સુશાંત કેસમાં સમજી વિચારીને આગળ વધી રહ્યાં છીએ: એનસીબી
મુંબઇ, સુશાંત સિંહ રાજપુત કેસમાં સીબીઆઇ, ઇડી અને એનસીબી તપાસમાં લાગી છે આ કેસમાં દરેક દિવસે કંઇને કંઇ નવું સામે આવી રહ્યું છે રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તી અને સૈમએલ મિરાંડાને નવ સપ્ટેમ્બર સુધી રિમાંડ પર મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે જ કૈજાનને ૧૪ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે આ આદેશ બાદ એનસીબીએ પત્રકાર પરિષદ કરી અને કેટલાક સવાલોના જવાબ આપ્યા હતાં.
એનસીબી તરફથી મુથા અશોક જૈને પત્રકાર પરિષદમાં કહ્યું કે ખુબ સારી માહિતી અમારી પાસે છે.મને પુરો વિશ્વાસ છે કે અમારી પાસે વધુ માહિતી આવશે અમે પ્રયાસ ચાલુ રાખીશું.જૈને આગળ કહ્યું કે એનસીબી આ કેસમાં ઇટરસ્ટેટ અને ઇટરનેશનલ કનેકશન્સ પર પણ ધ્યાન આપશે જયારે રિયા ચક્રવર્તીના સવાલ પર જૈને કહ્યું કે અમે રિયા અને કદાચ કેટલાક અન્ય લોકોને તપાસમાં સામેલ થવા માટે કહીશું કારણ કે અમને પણ સ્પષ્ટતા જાેઇએ કે કોણે શું કર્યું કેસની બાબતમાં ભાર આપતા જૈને કહ્યું કે અમે પુરી રીતે સતર્કતાની સાથે દરેક મુદ્દા અને વધુ માહિતી મેળવવા માટે ગંભીરતાથી આગળ વધી રહ્યાં છીએ.
સુશાંત સિંહ રાજપુતના મોતથી જાેડાયેલ માદક દ્વવ્ય મામલાની તપાસના સંબંધમાં એક અદાલતે શૌવિક ચક્રવર્તી અને મિરાંડાને નવ સપ્ટેમ્બર સુધી નારકોટિકસ કંટ્રોલ બ્યુરોની હિરાસતમાં મોકલી આપ્યા છે. શૌવિક મામલામાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીનો ભાઇ છે જયારે મિરાંડા અભિનેતા સુશાંતનો હાઉલ મેનેજર હતો તેમની ૧૦ કલાક ચાલેલી પુછપરછ બાદ નશીલા પદાર્થોની રોકથામ સંબંધી એનડીપીએસ કાનુનની વિવિધ ધારાઓ હેઠળ શુક્રવારની રાતે ધરપકડ કરવામાં આવી હતી.HS