સુશાંત કેસમાં સુપ્રીમના નિર્ણયને બોલીવુડના કલાકારોએ આવકાર્યો
મુંબઇ, છેલ્લા કેટલાક મહિનાથી સતત લાઇમલાઇટમાં રહેતા સુશાંત સિંહ રાજપુત કેસને લઇને આજે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય કર્યો હતો અને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સુશાંત કેસની તપાસને સીબીઆઇને સોંપવામાં આવતા બોલીવુડના અક્ષયકુમાર કૃતિ સેન સહિતના કલાકારોએ આવકાર આપ્યો છે.
અક્ષયકુમારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને ટિ્વટ કરતા કહ્યું કે સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ અંગેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે સત્ય હંમેશા સમર્થ રહે છે. અક્ષયકુમાર સિવાય અનુપમ ખેરે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની પ્રશંસા કરી છે તેમણે ટ્વીટ કર્યું જય હો.. જય હો.. જય હો.
અભિનેત્રી રિતી સેને ટ્વીટ કર્યું કે છેલ્લા બે મહિના બેચેનીથી ભરેલા હતાં એક સાથે બધુ ખુબ અસ્પષ્ટ હતું સુશાંત સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટના સીબીઆઇ તપાસના આદેશથી આશા દેખાઇ છે હવે આખતરે સત્યનો વિજય થશે સેનનું આ ટિ્વટ ખુબ વાયરલ થઇ રહ્યું છે અને લોકો તકોના પર પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે.
દરમિયાન સુશાંત સિંહની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ પ્રતિક્રિયા આપી હતી તેના ટ્વીટર એકાઉન્ટ પણ તેણે લખ્યું હતું કે ન્યાય એ સત્યની ક્રિયા છે. અને સત્ય જીતે છે અને આ સાથે જ સુશાંતની બહેને કરેલ ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું હતું કે દીદી હવે આપણે ન્યાયના પથ પર છીએ.HS