સુશાંત કેસ: અમારા કોઇ નેતાએ આદિત્ય ઠાકરેનું નામ પ્રત્યક્ષ કે પરોક્ષ લીધું નથી: ફડનવીસ
મુંબઇ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું છે કે ભાજપના કોઇ નેતાએ પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે રાજયના મંત્રી આદિત્ય ઠાકરેનું નામ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત મામલે લીધુ નથી અહીં બાણેરમાં એક કોવિડ ૧૯ હોસ્પિટલનું ઉદ્ધાટન સંબંધી એક કાર્યક્રમની બહાર ફડનવીસે પત્રકારોને કહ્યું કે મામલામાં ચોકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે. સુશાંતનું ગત ૧૪ જુનના રોજ મુંબઇના બાંદ્રા ખાતે પોતાના ફલેટ પર ફાંસી લટકેલુ શબ મળી આવ્યું હતું.
સીબીઆઇએ હાલમાં જ આ કેસની તપાસ પોતાના હાથમાં લુધી છે. ફડનવીસે કહ્યું કે ભાજપના કોઇ પણ નેતાએ રાજપુત મામલામાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આદિત્ય ઠાકરેનું નામ લીધુ નથી આ મામલામાં જે રીતના ખુલાસા સામે આવી રહ્યાં છે મને લાગે છે કે તે આશ્ચર્ય કરનાર છે રાજય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાએ આશ્ચર્ય વ્યકત કર્યું કે સીબીઆઇની તપાસથી પહેલા પણ આ તમામ ખુલાસો કેમ થયા નહીં.
ફડનવીસે કહ્યું કે ધટનાના ૪૦ દિવસ બાદ સીબીઆઇએ તપાસ પોતાના હાથમાં લીધી જાે આ ૪૦ દિવસ દરમિયાન પુરાવા નષ્ટ થઇ ગયા હશે તો શું થશે મને અહેવાલોના માધ્યમથી જાણ થઇ છે કે આઠ હાર્ડ ડિસ્ક નષ્ટ થઇ ગઇ છે.તેમણે કહ્યું કે આ વાતોને જાેયા બાદ એક સવાલ ઉઠે છે કે શું મહારાષ્ટ્ર પોલીસ તપાસ દરમિયાન કોઇ રાજનીતિક દબાણમાં હતી તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે સીબીઆઇ સચ્ચાઇ સામે લાવશે ફકત એક વસ્તુ એ છે કે સચ્ચાઇની તપાસ પહેલા કરવામાં આવી હોત તો મને લાગે છે કે પુરાવા નષ્ટ થયા ન હોત અને અમે અપરાધીની માહિતી લગાવી શકયા હોત.
શિવસેનાના નેતા સંજય રાઉતે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેના નામને અભિનેતાના મોત મામલાથી જાેડવાનું કાવતરૂ કરવામાં આવી રહ્યું છે જાે કે રાઉતે કોઇનું નામ લીધુ ન હતું અને કહ્યું હતું કે વિરોધ પક્ષોને એ વાત હજમ થઇ રહી નથી કે શિવસેનાના નેતૃત્વવાળી સરકાર રાજયની સત્તામાં છે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ ખુદ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમને અભિનેતાના મોત મામલાથી કોઇ લેવાદેવા નથી અને તેમને અને તેમના પરિવારને કારણ વિના નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ નેતા સચિન સાવંતે ફિલ્મ નિર્માતા સંદીપ સિંહની સાથે ફડનવીસની એક ફોટો ટ્વીટ કરી છે તપાસમાં સિંહનું નામ પણ આવી રહ્યું છે ફડનવીસથી જયારે આ ટ્વીટની બાબતમાં પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સાવંત સરકારમાં છે.તો પછી મુંબઇ પોલીસે તમામ શંકાસ્પદોને દુર કેમ રાખ્યા.HS