સુશાંત કેસ: અમે વરસાદમાં પણ સળગતા મકાન જાેયા છે: સંજય રાઉત
મુંબઇ, સુશાંતસિંહ રાજપુત મામલાને લઇ રાજકીય નિવેદનબાજીનો દૌર ચાલુ છે આ દરમિયાન બુધવારે સુપ્રીમ કોર્ટે અભિનેતાની આત્મહત્યાના મામલાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે ત્યારે શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદ સંજય રાઉતે ગુરૂવારે ટીપ્પણી કરી છે તેમણે શાયરનાના અંદાજમાં કહ્યું કે અમે વરસાદમાંપણ સળગતા મકાનો જોયા છે. સંજય રાઉતે ટ્વીટ કરી રહ્યું સમય ઉવાચ તેમને કહેશો કિસ્મત પર આટલો ગર્વ ન કરો અમે વરસાદમાં પણ સળગતા મકાનો જાેયા છે જય મહારાષ્ટ્ર,રાઉત પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે પણ તપાસની જવાબદારી સીબીઆઇને સોંપવા પર ટીપ્પણી કરી એનસીપી નેતાએ કહ્યું કે તેની પણ સ્થિતિ દાભોલકર હત્યા મામલાની જેમ થઇ ન થાય જે હજુ વણઉક્લ્યો છે.
શિવસેનાએ ગુરૂવારે દાવો કર્યો કે અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોત મામલામાં રાજનીતિકરણ મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની તસવીર ખરાબ કરવા માટે થઇ છે. શિવસેનાએ પુછયુ છે કે જાે પટણામાં દાખલ કરવામાં આવેલ એફઆઇઆર યોગ્ય હતી તો આ મામલાથી સંબંધિત અન્ય પાત્ર પશ્ચિમ બંગાળમાં એફઆઇઆર દાખલ કરે છે તો શું કોલકતા પોલીસે તેની તપાસ કરવાનો અધિકાર મળી જશે.
મહારાષ્ટ્રની સત્તારૂઢ પાર્ટીએ કહ્યું કે મામલામાં મુંબઇ પોલીસની તપાસ અંતિમ તબક્કામાં હતી જયારે તેને રોકી દેવામાં આવી અને બિહાર સરકારની ભલામણ પર કેન્દ્રીય તપાસ બ્યુરોને તેને સોંપવી દેવામાં આવ્યો પાર્ટીએ પોતાના મુખપત્ર સામનામાં કહ્યું કે આ આશ્ચર્યજનક છે કે ભલે જ અદાલતે મુંબઇ પોલીસની તપાસમાં કંઇ પણ ખોટુ ન મળ્યું પરંતુ મામલો સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો.HS