સુશાંત-જેક્લિનની એ ફિલ્મ જે રિલીઝ ન થઈ…!
મુંબઈ: સુશાંત સિંઘ રાજપૂતનું નિધન થઇ ગયુ છે ગત કેટલાંક દિવસોથી તેની જુની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. આ તસવીરો પણ તેમાંની જ છે. સુશાંત અને જેક્લિનની આ તસવીરો તેમની ફિલ્મ ડ્રાઇવની છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનનાં બેનર હેઠળ બની હતી. જેને વર્ષ ૨૦૧૮માં રિલીઝ થવાનું હતું. પણ કોઇ કારણ સર આ ફિલ્મ રિલીઝ ન થઇ અને તેની ડેટ વર્ષ ૨૦૧૯માં ખસેડવામાં આવી હતી. જાેકે ત્યારે પણ આ ફિલ્મ રિલીઝ ન થઇ શકી બાદમાં તેને નેટફ્લિક્સ પર ૧ નવેમ્બર ૨૦૧૯નાં રિલીઝ કરી દેવામાં આવી હતી.
સુશાંત અને જેક્લિન આ ફિલ્મમાં ઘણાં જ રોમેન્ટિક અંદાજમાં જાેવા મળે છે. આ તસવીરો તેમની ફિલ્મનાં એક ગીતની છે. જેમાં સુશાંત ટેપલેસ નજર આવે છે તો જેક્લિન બિકિનીમાં નજર આવે છે. ગ્રીન કલરનાં શોટ્સમાં સુશાંત સુપર સેક્સી લાગે છે તો સામે જેક્લિન ફ્લોરલ બિકિનીમાં મરમેડ જેવી દેખાય છે. આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં સુશાંતનાં ફેન્સ દ્વારા શેર કરવામાં આવી છે. આ ફિલ્મનાં સોન્ગ મખના..ની તસવીરો છે. જેનું શૂટિંગ ક્રૂઝ પર થયુ હતું. આ તસવીરોમાં સુશાંત અને જેક્લિનની કેમેસ્ટ્રી જામે છે.