સુશાંત દિશાનાં મોત અંગે મોટો ખુલાસો કરવાનો હતો

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતનાં નિધન મામલાની તપાસ વચ્ચે સુશાંતનાં મિત્ર ગણેશ હીવરકરએ મોટો દવો કર્યો છે . તેનાં જણાવ્યાં મુજબને સુશાંતની હત્યાની સંપૂર્ણ માહિતી હતી. હીવરકરે કહ્યું કે, સંદીપ ભલે જ દરેક જગ્યાએ એવી વાતો કરી રહ્યો હોય કે સુશાંતનાં નિધનની ખબર તેને ઘણાં સમય બાદ મળી પણ તે સંપૂર્ણ ખોટુ બોલી રહ્યો છે.
સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ ફરી એક વખત નવાં વળાંક પર પહોંચી ગઇ છે. સુસાંતનાં મિત્રનો દાવો છે કે, નિર્દેશક સંદીપ સિંહની ટીમમાં કામ કરનારા મારા સૂત્રોએ મને જણાવ્યું કે, સંદીપને સુશાંતની હત્યાની જાણકારી પહેલેથી જ હતી. હીવરકરે દાવો કર્યો હતો કે, સુશાંત દિશાનાં મોત અંગે કંઇ મોટો ખુલાસો કરવાનો હતો હીવરકરે કહ્યું કે, એટલે જ સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરી નાખવામાં આવી છે અને મુંબઇ પોલીસની આત્મહત્યાવાળી થીઅરી સંપૂર્ણ ખોટી છે.
ગણેશ હીવરકરનું કહેવું છે કે, હું આ આખા કેસ પર ખુલાસો કરવા ઇચ્છુ છું અને આ હત્યામાં જે પણ લોકો શામલ છે તેમનાં નામ સીબીઆઈની સામે મુકીશ. ગણેશ હીવરકરે કહ્યું કે, મે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે.
બીજી તરફ સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે મની લોન્ડ્રિંગની તપાસ કરી રહેલાં પ્રવર્તન નિદેશાલયે સુશાંતનાં બેંક ખાતાથી તેની પ્રેમિકા રિયા ચક્રવર્તીનાં બેંક અકાઉન્ટમાં કોઇ મોટી લેણ દેણ થઇ નથી તેમ જણાવ્યું છે. તપાસમાં તે પણ જોવા મળ્યું છે કે, સુશાંતનાં ખાતામાંથી ૧૫ કરોડ કાઢવામાં આવ્યા હતાં.SSS