સુશાંત મામલે કંગનાએ દીપિકાને આડે હાથ લીધી
મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસને સીબીઆઈને ટ્રાન્સફર કરવા અંગે દેશની સર્વોચ્ચ કોર્ટે બુધવારે ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ તપાસ સીબીઆઈને સોંપાવી જોઈએ. જે બાદ એક્ટ્રેસ કંગના રનૌતે દીપિકાને વ્યંગ કર્યો હતો. દીપિકા ડિપ્રેશન સાથે સ્ટ્રગલ કરવાને લઈને ખૂબ જ સ્પષ્ટ અને ખુલીને વાતચીત કરતી આવી છે. તે સોશિયલ મીડિયા મારફત પણ લોકોને માનસિક બિમારી સબબ જાગરુક કરવાનો પ્રયાસ કરતી રહી છે. આ બધા વચ્ચે કંગનાએ કહ્યું કે કેવી રીતે લોકો સુશાંતને દારુડિયો, ડ્રગ લેનાર, રેપિસ્ટ અને માનસિક રીતે અસ્વસ્થ ખપાવી દેવાનો પ્રયાસ કરતા હતા. કંગનાએ આવા તમામ લોકો પર નિશાનો સાધ્યો છે. ટિ્વટર પર ઇન્ટવ્યુનો ફોટો શેર કરતા કંગનાએ દીપિકા પર ઇનડાયરેક્ટલી વ્યંગ કરતા તેની મજાક ઉડાવી હતી. તેણે લખ્યું કે ‘મારી સાથે બોલો ડિપ્રેશનનો બિઝનેસ ચલાવનારાઓને પબ્લિકે તેમની ઔકાત બતાવી દીધી.’ આ સાથે એક્ટ્રેસે હાથ જોડતા ઇમોજીનો પણ ઉપયોગ કર્યો. તમને જણાવી દઈએ કે દીપિકા ડિપ્રેશનને લઈને ઘણી ખુલીને વાતચીત કરતી રહે છે. સુશાંત સિંહના મોત બાદ તેણે સોશિયલ મીડિયા પર ડિપ્રેશન અને મેન્ટલ હેલ્થને લઈને જાગરુકતા ફેલાવવા પ્રયાસ કર્યો હતો.SSS