સુશાંત રાજપૂતના નામે ફંડ માગ્યું તો લોકોએ ઊધડો લીધો
મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી હવે તેના ફેન્સ ખૂબ જ દુખી છે. સુપ્રીમ કોર્ટમાં બુધવારે આ મામલે મોટો ર્નિણય સંભળાવ્યો છે અને કહ્યું છે કે આ મામલે સીબીઆઇ તપાસ કરશે. પણ આ ર્નિણય પછી સોશિયલ મીડિયા પર બાલાજી ટેલિફિલ્મની માલિક અને ડેલી સોપ ક્વીન એકતા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઇ રહી છે. તેણે સુશાંતના નામે પણ પવિત્ર રિશ્તા નામ એક ફંડની શરૂઆત કરી છે. જે કારણે લોકો હવે તેની સોશિયલ મીડિયા પર ક્લાસ લગાવી રહ્યા છે.
એકતા કપૂરે વિરુદ્ઘ આ હેશ ટેગ પર અત્યાર સુધીમાં લાખો ટિ્વટ અને રીટિ્વટ આવી ચૂક્યા છે. એકતાએ પવિત્ર રિશ્તા નામે જે ફંડની શરૂઆત કરી છે તે મેન્ટલ હેલ્થને લઇને અવેરનેસ ફેલાવાનું કામ કરશે તેમ એકતાએ જણાવ્યું છે. આ ફંડના પોસ્ટરમાં સુશાંત સિંહ રાજપૂતની એક તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પર સોશિયલ મીડિયામાં લોકો એકતા કપૂરને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતના જીજાજીએ કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા અને હું એક્ટર સુશાંતના નામે કોઇ પણ પ્રકારનું કોમર્શિલાઇજેશન ઇચ્છતા નથી. જો લોકો સુશાંતનું નામ લઇને કંઇ કરી રહ્યા છે તે પ્રોફિટ કમાવાના ઇરાદેથી ન થવું જોઇએ.SSS