સુશાંત રાજપૂતની હત્યા થઈ હોવા અંગે પુરાવો ન મળ્યો
નવી દિલ્હી, બોલિવૂડ અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના મોતના કેસમાં ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો છે. જેમાં કહેવાયું છે કે સુશાંતની હત્યાનો કોઈ પુરાવો તેમને મળ્યો નથી. ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ઑફ ક્રાઇમ એન્ડ સાયન્ટિફિક સર્વિસિસ (CSFL)એ એવો સંકેત કર્યો હતો કે સુશાંતની હત્યા થઇ હોય એવો કોઇ પુરાવો મળ્યો નથી. જોકે આ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ CSFL સાથે સંકળાયેલા એક સૂત્રે આ માહિતી આપી હોવાનો દાવો એક ટીવી ચેનલે કર્યો હતો. CSFL દ્વારા સુશાંતના વાંદરા ખાતેના ઘરે રિકન્સ્ટ્રક્શન ઑફ ક્રાઇમ કરવામાં આવ્યું હતું. એમાં એવું જાણવા મળ્યું હતું કે સુશાંતે બંને હાથની મદદથી ગળે ફાંસો લગાડ્યો હશે. એની હત્યા થઇ હોવાનો કોઇ પુરાવો હાથ લાગ્યો નહોતો. ઝ્રજીહ્લન્એ પોતાનો આ રિપોર્ટ સીબીઆઇને સોંપી દીધો હતો.
CSFL સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે આ કેસમાં પાર્શ્યલ હેંગીંગ જેવું લાગતું હતું એટલે કે ફાંસી લેતી વખતે સુશાંતના પગ ધરતીને સ્પર્શતા હતા. એ હવામાં નહોતો. એ પલંગ કે સ્ટૂલ જેવી કોઇ ચીજ પર ઊભો હશે. ક્રાઇમ સીનને નવેસર ભજવતી વખતે CSFLના ધ્યાનમાં આવ્યું હતું કે છત પરના પંખા સાથે લટકતા કપડાની સ્ટ્રેન્ગ્થ ટેસ્ટિંગ પછી એવા તારણ પર અવાયું હતું કે આ આંશિક ફાંસી હતી. સુશાંતે લટકી જવા માટે પોતાના બંને હાથનો ઉપયોગ કર્યો હશે. જો કે લટકી જવા માટે જમણા હાથનો વધુ ઉપયોગ કર્યો હશે. ત્યારબાદ શરીરને આંચકો આપીને સ્ટૂલ કે પલંગ જેવો ટેકો છોડી દીધો હશે. સુશાંતના ઓરડામાં હાજર હોય એવા કપડાથી ફાંસી લેવામાં આવી હતી.SSS