Western Times News

Gujarati News

સુશાંત રાજપૂતને નેશનલ એવોર્ડથી સન્માનિત કરાશે?

મુંબઈ, બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અવસાનને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. તેના પરિવારના લોકો અને ફેન્સ સતત તેના કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની ડિમાન્ડ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રિપોર્ટ્‌સ આવી રહ્યા છે કે, સરકાર આ વર્ષે સુશાંત સિંહ રાજપૂતને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરી શકે છે. અસલમાં એક મોટા વર્ગનું માનવું છે કે, સુશાંતને પોતાની ફિલ્મો દ્વારા એ સ્થાન ન મળ્યું જેને તે ડિઝર્વ કરતો હતો. બોલિવૂડ હંગામાના એક રિપોર્ટનું માનીએ તો સરકાર આ વર્ષે એક ખાસ રીતે સુશાંત સિંહને નેશનલ એવોર્ડ આપી શકે છે.

જોકે, આના માટે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવશે તે અંગે ઈન્ફોર્મેશન એન્ડ બ્રાૅડકાસ્ટિંગ મિનિસ્ટ્રી તરફથી કોઈ જાણકારી સામે આવી નથી. રિપોર્ટમાં એક સરકારી સૂત્રના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતના અવસાને સમગ્ર બોલિવૂડ અને તેના ફેન્સને હચમચાવી દીધા છે. ત્યારબાદ સરકારે આ ર્નિણય લીધો છે કે, જે સન્માન સુશાંતને જીવતેજીવ ન મળી શક્યું તે છેવટે તેને તેના નિધન બાદ મળવું જોઈએ.

સૂત્રો અનુસાર, સરકાર અલગથી સુશાંતની ફિલ્મોનો એક ફેસ્ટિવલ યોજી શકે છે. ત્યારબાદ ભારતીય સિનેમામાં યોગદાન માટે એક ખાસ એવોર્ડથી સુશાંતને નવાઝવામાં આવી શકે છે. સુશાંતની ડેબ્યૂ ફિલ્મ ‘કાઈ પો છે’ હતી જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યારબાદ સુશાંતે પોતાના કરિયરમાં ‘શુદ્ધ દેસી રોમાન્સ’, ‘પીકે’, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’, ‘છિછોરે’ અને ‘દિલ બેચારા’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.SSS

http://www.kalaniketanbombaywala.com/shop/

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.