સુશાંત સાથે અન્યાય થયો છે, સીબીઆઈ તપાસથી ન્યાય મળશેઃ સીએમ નીતીશકુમાર
પટના, બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ ચાલી રહેલી દેશભરમાં ચર્ચાઓ વચ્ચે બિહાર સરકારે કેસની તપાસ સીબીઆઈને આપવાની ભલામણ કરી છે. મુખ્યમંત્રી નીતીશકુમારએ ત્યારબાદ એક ઈન્ટરવ્યૂમમાં કહ્યું હતું કે સુશાંતનું જે રીતે મૃત્યુ થયું. તેને લઈને દેશભરમાં ચિંતા છે. તેમની સાથે અન્યાય થયો. તે બધા જાણે છે. સુશાંતના પિતાએ તેને લઈને જ પટનામાં એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદથી બિહાર પોલીસ તેની તપાસ કરી રહી છે. પરંતુ કેસની તપાસ કરવા ગયેલા બિહારના પોલીસ અધિકારીની સાથે જે રીતે મહારાષ્ટ્રમાં વ્યવહાર કરવામાં આવ્યો તે યોગ્ય નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ મામલામાં તેઓએ પહેલાં જ કહ્યું હતું કે જાે સુશાંતના પિતા ઈચ્છે તો મામલાની સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવશે. આજે તેના આધારે સરકારે આ ભલામણ કરી છે.
આજે સવારે સુશાંત સિંહ રાજપૂતના પિતાની સાથે બિહારના ડીજીપીએ વાતચીત કરી. તેઓએ સીબીઆઈ તપાસની વાત પર સહમતિ દર્શાવી. ડીજીપીએ જ્યારે તેની જાણકારી આપી, ત્યારે સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુશાંતના પિતાજીએ એફઆઈઆર નોંધાવી હતી. તેના આધારે બિહાર પોલીસ તપાસ કરી રહી હતી. પરંતુ તમામ જગ્યાએથી એ માંગ થઈ રહી હતી કે મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. અમે શરૂઆતમાં જ કહ્યું હતું કે, સુશાંતના પિતાજી ઈચ્છે તો સીબીઆઈ તપાસ કરાવીશું, આજે તેઓએ સહમતિ દર્શાવી દીધી છે. ત્યારબાદ ભલામણ કરવામાં આવી છે. અને પ્રસ્તાવ પણ મોકલવામાં આવશે.
બિહારના મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રમાં બિહાર પોલીસના અધિકારી સાથે દુર્વ્યવહાર અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેઓએ કહ્યું કે, આ મામલામાં બિહાર પોલીસની ટીમ પોતાની રીતે જ પણ શક્ય છે.તમામ તકેદારીની સાથે કામ કરી રહી છે. અહીંના અધિકારી સતત વાત કરી રહ્યા હતાં. પરંતુ ત્યાંના લોકો વાત જ નથી કરતા. આ વાત મને ડીજીપીએ જણાવી. આ જે સ્થિતિ છે. તે યોગ્ય નથી. મામલાને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે વાત કરતાં તેમનાં સવાલ પર નીતીશ કુમારે જણાવ્યું કે, મુખ્યમંત્રી સ્તર પર આ મામલામાં વાત થઈ જ ન શકે. આ રાજકારણ નથી, પરંતુ કાયદાકીય મામલો છે. આ પોલીસની ફરજ છે, જે બિહાર પોલીસ નિભાવી રહી હતી. ડીજીપી ત્યાં ફોન કરે અને ત્યાં કોઈ ફોન ન ઉપાડે, આ તો આશ્ચર્યજનક બાબત છે. સારી વાત એ છે કે હવે આ મામલો સીબીઆઈની પાસે જતો રહેશે.