સુશાંત સિંઘ રાજપૂત આત્મહત્યા કેસમાં મહેશ ભટ્ટની અઢી કલાક પૂછપરછ
બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂત આત્મહત્યા મામલે મુંબઇ પોલીસ દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ મામલે અત્યાર સુધીમાં પરિવાર, ડોક્ટર, નજીકનાં મિત્રો અને બોલિવૂડ સેલિબ્રિટીઝ સહિત ઘણાં લોકોની પૂછરછ કરવામાં આવી હતી. હવે પોલીસે આ મામલે ફિલ્મ મેકર મહેશ ભટ્ટની પણ પૂછપરછ કરી છે.
મુંબઇ પોલીસે આશરે અઢી કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન લીધુ હતું. જાણકારી મુજબ, મહેશ ભટ્ટ સવારે ૧૧.૩૦ વાગ્યે પોલીસ સ્ટેશન પહોચ્યા હતાં અને બપોરે ૨ વાગ્યે ત્યાંથી બહાર આવતા નજર આવ્યાં હતાં. પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, આ દરમિયાન તેમણે સુશાંત સિંઘનાં બોલિવૂડ કરિઅર અંગે ઘણાં સવાલ કર્યા હતાં. આપને જણાવી દઇએ કે મુંબઇ પોલીસે મહેશ ભટ્ટને સુશાંત કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતાં. જે બાદ તેઓ તેમનું નિવેદન દાખલ કરાવવા પોલીસ સ્ટેશન આવ્યા હતાં.
જાણકારી મુજબ, ડ્ઢઝ્રઁએ પોતે મહેશ ભટ્ટની પૂછપરછ કરી હતી. જે બાદ મહેશ ભટ્ટ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતાં. આપને જણાવી દઇએ કે રવિવારે જ મહારાષ્ટ્રનાં હોમ મિનિસ્ટરે આ માહિતી આપી હતી કે મહેશ ભટ્ટની પૂછપરછ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં આ મામલે ૩૭ લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં છે. હવે આ મામલે મહેશ ભટ્ટનું સ્ટેટમેન્ટ રેકોર્ડ થશે.