સુશાંત સિંહની માનસિક સ્થિતિ કદાચ બહેનોની દવા આપવાથી બગડી: મુંબઇ પોલીસ
મુંબઇ, સુશાંત સિંહ રાજપુત મામલામાં મુંબઇ પોલીસે બોમ્બે હાઇકોર્ટને કહ્યું કે અભિનેતા સુશાંતસિંહ રાજપુતની બહેનોની વિરૂધ્ધ પ્રાથમિકી દાખલ કરવાનું તેમનું કર્તવ્ય હતું કારણ કે અભિનેત્રી રિયા ચક્રવર્તી દ્વારા તેમની વિરૂધ્ધ દાખલ કરાવવામાં આવેલ ફરિયાદે અપરાધ હોવાનો ખુલાસો કર્યો હાઇકોર્ટમાં મુંબઇ પોલીસે એ પણ કહ્યું કે સુશાંતની માનસિક સ્થિતિ કદાય કોઇ પણ તપાસ વિના બહેનો દ્વારા આપવામાં આવેલ દવાથી બગડી છે. મુંબઇ પોલીસે પોતાના સોગંદનાનામાં આ આશંકા વ્યકત કરવામાં આવી છે કે કદાચ બહેનો દ્વારા સુશાંતને આપવામાં આવેલ દવાઓ બાદ જ તેની માનસિક સ્થિતિ બગડી છે.
હકીકતમાં મુંબઇ પોલીસે અદાલતમાં સોમવારે એક સોગંદપત્ર દાખલ કર્યું જેમાં રાજપુતની બહેનો પ્રિયંકા અને મીતુ સિંહની અરજી રદ કરવાની વિનંતી કરવામાં આવી છે સુશાંતની બહેનોએ કહેવાતી રીતે દગાબાજી અને પોતાના ભાઇ માટે દવાઓની નકલી પરચી બનાવવાને લઇને દાખલ એફઆઇઆર રદ કરવાની વિનંતી કરી છે બાંદ્વારા પોલીસે રિયા ચક્રવર્તીથી ફરિયાદ મળ્યા બાદ અહીં સપ્ટેમ્બરમાં રાજપુતની બહેનો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી.
બાંદ્વા પોલીસના વરિષ્ઠ નિરીક્ષક નિખિલ કાપસે દ્વારા દાખલ સોગંદનામામાં એ આરોપોનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે કે પોલીસ અરજીકર્તાઓ કે કોઇ મૃત વ્યક્તિની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે રાજપુતની બહેનોની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી પોલીસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહેલ તપાસને પ્રભાવિત કરવા કે પાટા ઉપરથી ઉતારવાનો પ્રયાસ કરી રહી નથી.
તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રિયંકા અને મીતુની વિરૂધ્ધ એફઆઇઆર આપનાર રિયા ચક્રવર્તી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ માહિતીના આધાર પર દાખલ કરવામાં આવી જેમાં અપરાધનો ખુલાસો થયો સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો કે રિયા ચક્રવર્તી અનુસાર અરજીકર્તાએ દિલ્હીના એક ડોકટરની મદદથી નકલી પરચી મોકલી જેમાં રાજપુતને ધબરાહટ દુર કરનારી દવાઓ આપવાની વાત કરવામાં આવી હતી.
પોલીસે સોગંદનામામાં કહ્યું કે તેની મદદથી ચિકિત્કસ દ્વારા રાજપુતની અસલમાં તપાસ કર્યા વિના સંભવત મન પ્રભાવી પદાર્થ ઉપલબ્ધ કરાવનાર આ વિવિર ણ અપરાધનો ખુલાસો કરે છે.જેની તપાસ જરૂરી છે.HS