Western Times News

Gujarati News

સુશાંત સિંહને ડ્રગ્સ સપ્લાય કરનારો ગોવામાંથી ઝડપાયો

મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનનાં નવ મહિના ઉપર થઇ ગયા છે. સુશાંતનાં નિધન બાદ ડ્રગ્સ એંગલ સામે આવવાંથી ઘણાં રહસ્યો ખુલી શકે છે. હવે આ કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોને મોટી સફળતા હાથ લાગી છે. એનસીબીએ આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ લોકોમાંથી એક તે વ્યક્તિ છે જે સુશાંત સિંહ મામલામાં ધરપકકડ હેઠળ મોટા ડ્રગ્સ પેડલર અનુજ કેસવાનીને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ વ્યક્તિનું નામ હેમંત સાહ ઉર્ફે મહારાજ જણાવવામાં આવી રહ્યું છે.

તેની ગોવાનાં મીરામારથી ધરપકડ થઇ છે. એનસીબીએ આ અટકાયત મુંબઇ અને ગોવાની ટીમની સાથે અલગ અલગ ઓપરેશનમાં મળીને કરી છે. બે વિદેશી નાગરિકોની સાથે મહારાજની ધરપકડ થઇ છે. એનસીબી મુજબ મહારાજ અનુજ કેસવાની અને રીગલ મહાકાલને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. તેની એનસીબીની ટીમ પહેલાં જ ધરપકડ કરી ચૂકી છે. ખબર મજુબ, આ મામલે હજુ તપાસ ચાલુ જ છે. સૂત્રો મજુબ આ મામલે મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યો છે. અને કેટલાંયે ડ્રગ્સ સપ્લાયરની અટકાયત થઇ ગઇ છે.

આ મામલે ગત અઠવાડિયે જ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેમની ચાર્જશીટ એનડીપીએસ કોર્ટમાં દાખલ કરી છે. એનસીબીનાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનાં સેશંસ કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરી છે. આશરે ૩૦,૦૦૦ પન્નાની ચાર્જશીટમાં ૮૦ ટકા ટેક્નિકલ પૂરાવા શામેલ છે. હાર્ડ કોપીમાં ૧૨,૦૦૦થી વધુ પન્નામાં ડિજિટલ રૂપમાં (સીડી રૂપે) આશરે ૫૦,૦૦૦ પન્ના આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ ૨૦૨૦માં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરીને બોલિવૂડમમાં ફેલાયેલાં ડ્રગ્સ સિન્ડિકેટની તપાસ શરૂ કરી હતી. સુશાંત કેસ સાથે જાેડાયેલાં ડ્રગ્સ મામલે દ્ગઝ્રમ્એ રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, સુશાંતનાં મેનેજર, નોકર અને કેટલાંક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી. રિયા ચક્રવર્તીને આશરે એક મહિનો જેલની હવા પણ આ મામલે ખાવી પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.