સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં સીબીઆઇએ કામગીરી શરૂ કરી
મુંબઇ, બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા મામલામાં સુપ્રીમ કોર્ટની લીલીઝંડી મળી ગયા બાદ સીબીઆઇએ પોતાની તપાસ શરૂ કરી છે સીબીઆઇની ૧૬ સભ્યોની ટીમ મામલાની તપાસમાં લાગી છે ઇડી બાદ રિયા ચક્રવર્તી પણ સીબીઆઇના શિકંજામાં આવી શકે છે તે આ મામલામાં મુખ્ય આરોપી છે મુંબઇ પોલીસે સીબીઆઇને સુશાંત મામલાથી જાેડાયેલ તમામ દસ્તાવેજ સોંપ્યા છે.
સીબીઆઇને સુશાંતના ઘરની સીસીટીવી ફુટેજ મળી ગઇ છે તેમના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડાની પણ સીબીઆઇએ પુછપરછ શરૂ કરી છે સીબીઆઇની ટીમ સુશાંત સિંહ રાજપુતના મામલા સંબંધીત એક અજાણ્યા વ્યક્તિને ગેસ્ટહાઉસ લઇને આવી છે જયાં તે રોકાયેલ છે વ્યક્તિને પુછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇએ સુશાંતસિંહના રસોઇયા નીરજની પણ પુછપરછ કરી છે નીરજે કહ્યું હતું કે અભિનેતાની આત્મહત્યા વાળા દિવસે તેણે તેને જયુસ આપ્યું હતું નીરજથી બિહાર અને મુંબઇ પોલીસ પુછપરછ કરી ચુકી છે તેમણે જ અભિુનેતા દ્વારા દરવાજો ન ખોલવાની વાત કહી હતી.
દરમિયાન ઇડીએ પણ સુશાંતની બેન પ્રિયંકાની પુરછપરછ કરી છે. પ્રિયંકા તેના બેંક એકાઉન્ટમાં નોમિની હતી આ મામલામાં તેમની પુછપરછ કરવામાં આવી હતી. સીબીઆઇની એક ટીમ બાંદ્રા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને કેસ સાથે જાેડાયેલા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજ કબજે કર્યા હતાં.HS