સુશાંત સિંહ ડ્રગ્સ કેસમાં NCBએ ઉદ્યોગપતિ કુણાલ જાનીની ધરપકડ કરી!
મુંબઈ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં વેપારી કુણાલ જાનીની ધરપકડ કરી છે. બિઝનેસમેન કુણાલ જાની પાસે હોટલ છે. રિપોર્ટ અનુસાર, કુણાલ જાની સુશાંત સિંહ રાજપૂતનો ખાસ મિત્ર હતો અને સુશાંતના મૃત્યુ બાદથી તે ફરાર હતો. NCB Arrests Sushant Singh Rajput’s Close Friend Kunal Jani
ગયા મહિને એનડીપીએસ કોર્ટે ફરી એક વખત સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમેટ અને મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની જામીન અરજી ફગાવી દીધી હતી.
સિદ્ધાર્થ પીઠાણીના વકીલ તારક સૈયદે આ અંગે માહિતી આપી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ ખૂલાશો કર્યો કે કોર્ટે અરજી ફગાવી દીધી, કારણ કે તેને અરજીમાં કોઈ યોગ્યતા દેખાતી નથી. સિદ્ધાર્થ પીઠાણી ઉપરાંત ncbએ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, સાવંત સાવંત સહિત અન્ય સ્ટાફ સભ્યોની પણ ધરપકડ કરી હતી.
સ્વર્ગીય અભિનેતા સુશાંતના ઘરના મદદગાર કેશવ અને નીરજની ગયા મહિને દ્ગઝ્રમ્ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, તેઓએ ડ્રગ્સના કેસમાં સિદ્ધાર્થ પીઠાણીની ભૂમિકાનો સંકેત આપ્યો હતો.
૧૪ જૂન ૨૦૨૦ ના રોજ સવારે સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બ્રાન્દ્રા સ્થિત તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેનો રૂમ અંદરથી બંધ હતો. સુશાંતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બીએમસીની કૂપર્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ બાદ મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર અભિષેક ત્રિમુખેએ કહ્યું હતું કે પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ મુજબ સુશાંતનું મોત ફાંસીને કારણે ગૂંગળામણથી થયું હતું.
જાે કે, બાદમાં સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સહિત તેના સમગ્ર પરિવાર સામે આ મામલે ઘણા આક્ષેપો કરીને કેસ દાખલ કર્યો હતો.