સુશાંત સિંહ રાજપુતનાં પિતાએ અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂધ્ધ FIR નોંધાવી
પટણા, બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતનાં પિતા કે કે સિંહે પટણાનાં રાજીવનગર પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્રની આત્મહત્યા કેસમાં જાણીતી અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂધ્ધ એફઆઇઆર નોંધાવી છે. તેમણે અભિનેત્રી પર પોતાના પુત્ર સુશાંતને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે, કેસ નોંધાતા જ પટણા પોલીસની ચાર સભ્યોની ટીમ મુંબઇ જવા રવાના થઇ ગઇ છે, ટીમમાં બે ઇન્સ્પેક્ટર અને બે સબ ઇન્સ્પેક્ટર છે. પટણા (મધ્ય વિસ્તાર)નાં આઇ જી સંજય સિંહએ કહ્યું સુશાંત સિંહ રાજપુતનાં પિતાની ફરિયાદનાં આધારે આત્મહત્યા માટે પ્રેરિત કરવા સહિતની વિવિધ ધારાઓ હેઠળ અભિનેત્રી રિયા ચક્રવર્તીની વિરૂધ્ધ એફઆઇઆર નોંધાવી છે.
સુશાંત સિંહ રાજપુતનાં નિધનનાં દોઢ મહિના બાદ પણ આ બાબત જાણી શકાઇ નથી કે તેમની આત્મહત્યાનું કારણ શું હતું, આ દરમિયાન સુશાંત સિંહનાં ચાહકો અને અન્ય ઘણી સેલિબ્રિટિઝનું કહેવું છે કે આ કેસની સીબીઆઇ તપાસ થવી જોઇએ. ત્યાં જ હવે સીબીઆઇ તપાસને લઇને સુશાંતની મોટી બહેન શ્વેતા કિર્તી સિંહે પણ મુંબઇ પોલીસની તપાસ પુરી થયા બાદ શું પરિણામ આવે છે ત્યાર પછી તેમનો પરિવાર સીબીઆઇ તપાસની માંગ કરશે તેનું જણાવ્યું હતું.