સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરાઈ છે: બહેનનો આક્ષેપ
મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહના પિતા કેકે સિંહ અને તેમની બહેન સાથે સુશાંતના બોલિવૂડ કનેક્શન અંગે વાતચીત કરી. સુશાંતે પરિવારનું સ્ટેટમેન્ટ ફરીદાબાદમાં લેવામાં આવ્યું. રિપોર્ટ્સ મુજબ સીબીઆઈ ઈન્ટરોગેશન દરમિયાન સુશાંતના પિતાએ તપાસ એજન્સીને કહ્યું કે સુશાંતનું મર્ડર થયું છે. સુશાંતની બહેને સીબીઆઈને સુશાંતના કેસની તપાસ આત્મહત્યા માટે ઉશ્કેરણી માટે નહીં પણ મર્ડરની દિશામાં થવી જોઈએ.
સુશાંતના પિતાએ પણ મર્ડરનો આરોપ લગાવ્યો છે. સુશાંતના કેસમાં તે સમયે નવો વળાંક આવ્યો જ્યારે તેમના પિતાએ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ પટનામાં કરવામાં આવ્યો હતો, જેમાં રિયાના પરિવારના લોકોના નામ છે. આ એફઆઈઆરમાં રિયા સામે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ઉલ્લેખ કરાયો છે, તેનું માનસિક શોષણ કરવા અને કરોડો રુપિયાની હેરાફેરી જેવા ઘણાં આરોપ લગાવ્યા હતા. આ મામલાની તપાસ માટે બિહાર પોલીસની ટીમ મુંબઈ ગઈ હતી. જ્યાં ટીમે મુંબઈ પોલીસ પર સહયોગ ના કરવાનો આરોપ લગાવ્યો. જે બાદ બિહાર સરકારની રજૂઆત પર કેન્દ્રએ સીબીઆઈ તપાસની લીલી ઝંડી આપી.SSS