સુશાંત સિંહ રાજપૂત કેસઃ સલમાન ખાન-કરણ જોહર સહિત 8 મોટી હસ્તીઓને કોર્ટનું તેડું
મુંબઈ, બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે રોજ કોઈને કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે, એવામાં હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુજફ્ફરપુર જિલ્લા કોર્ટે આજે એક ખુબ જ મહત્વનો આદેશ જાહેર કર્યો છે અને બોલિવૂડની 8 મોટી મોટી હસતીઓને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધા જ ફિલ્મી સ્ટાર્સને 7 ઓક્ટોબરે હાજર થવાનું છે.
જિલ્લા કોર્ટના આદેશ પ્રમાણે સલમાન ખાન, કરણ જોહર, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલા, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર, ભૂષણ કુમાર અને દિનેશ વિજયનને 7 ઓક્ટોમ્બરે કોર્ટમાં હાજર થવાનું કહેવામા આવ્યું છે. આ બધાને આ બાબતની કોર્ટે નોટિસ પણ મોકલી દીધી છે. આ બધી જ ફિલ્મી હસ્તીઓ વિરુદ્ધમાં અધિવક્તા સુધીર ઓઝાએ પરિવાદ દાખલ કરીને સુશાંતના મોત માટે જિમ્મેદાર ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુશાંતના મોત સમયે આ બધા કલાકારો ભારે ટ્રોલ થયા હતા અને નેપોટિઝમનો મુદ્દો પણ એક વિવાદમાં ફરી ગયો હતો. બોલિવૂડ બે ભાગોમાં વહેંચાઈ ગયું હતું. ત્યારે હવે આ બધા અભિનેતાને કોર્ટમાંથી આ રીતે તેડૂં આવ્યું એ પણ એક મોટા સમાચાર ગણી શકાય.
ઉલ્લેખનીય છે કે SIT ટીમના એક મેમ્બરને કોરોના થયો હોવાના કારણે હાલમાં સુશાંત કેસમાં બધી તપાસ પર રોક લગાવવામાં આવી છે. એનસીબી ડેપ્યૂટી ડાયરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, SIT ટીમના એક સભ્યને કોરોના થઈ ગયો છે. અમને પણ એન્ટીજન રિપોર્ટ મળ્યો. આના કારણે બીજા મેમ્બર્સનો ટેસ્ટ પણ કરવાનો રહેશે અને પ્રોટોકૉલ ફૉલો કરવામાં આવશે. આ કારણે અમે શ્રુતિ મોદીને પરત મોકલી છે. અને હાલમાં તપાસ રોકવામાં આવી રહી છે.