સુશાંત સિંહ રાજપૂત કેસમાં સિદ્ધાર્થ પીઠાનીની ધરપકડ કરાઇ
મુંબઇ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની હત્યા કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી છે. અહેવાલ છે કે સિદ્ધાર્થ પિઠાનીને નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરની ટીમ હૈદ્રાબાદથી ધરપકડ કરીને મુંબઈ લાવી રહી છે.
સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની વિતેલા સપ્તાહે જ સગાઈ થઈ હતી. સિદ્ધાર્થ પિઠાનાની સગાઈની તસવીર સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ હતી. સુશાંતના નિધન બાદ તેના જીવન સાથે જાેડાયેલ અનેક લોકોના નામ મીડિયામાં સામે આવ્યા હતા. આ લોકોમાં એક નામ તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીનું પણ હતું. કહેવાય છે કે, સુશાંતની બોડીને પ્રથમ વખત સિદ્ધાર્થ પિઠાનીએ જ ઘરની અંદર પંખા સાથે લટાયેલ જાેઈ હતી. ત્યાર બાદ તેમે પોલીસ અને હોસ્પિટલને ફોન કર્યો હતો.
સુશાંતના ફ્લેટમાં રહેતા સિદ્ધાર્થ પિઠાનને આ જ કેસની તપાસ દરમિયાન ગત જૂન મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એનસીબી દ્વારા તેની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી અને સંતોષકારક જવાબોના અભાવને કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ સુશાંતની પ્રથમ પુણ્યતિથિ પહેલા જ થઈ હતી. આ અગાઉ સીબીઆઈ પણ પિઠાનીની પૂછપરછ કરી ચુકી છે.
સપ્ટેમ્બર ૨૦૨૦ માં, સીબીઆઈ દ્વારા તેની પૂછપરછ ઘણા દિવસોથી કરવામાં આવી હતી. સુશાંતની ડેડબોડી ૧૪ જૂન ૨૦૨૦ ના રોજ તેના એપાર્ટમેન્ટમાંથી મળી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેણે આત્મહત્યા કરી છે, જાેકે આ કેસની તપાસ ચાલી રહી છે.થોડા દિવસો પહેલા સિદ્ધાર્થ પિઠાનીએ સગાઈ કરી હતી. અને તેની સગાઈના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ પછી સુશાંત સિંહ રાજપૂતના ચાહકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો.
ગયા વર્ષે જ્યારે સુશાંત સિંહ રાજપૂત તેના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, ત્યારે આ કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને સિદ્ધાર્થ પિઠાનીની પુછપરછ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ પિઠાનીએ વ્યક્તિ છે કે જેમણે સુશાંતને પહેલીવાર ફેન પરથી લટકતો જાેયો હતો. આ સિવાય સુશાંતને ડ્રગ્સ આપવાનો પણ આરોપ મુકાયો છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું ૧૪ જુન, ૨૦૨૦ના રોજ નિધન થયું હતું. સુશાંત પોતાના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યા હતા. અચાનક મોત બાદ સમગ્ર દેશ સ્તબ્ધ રહી ગયો હતો. બાદમાં આ મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યું હતું. તેને લઈને એનસીબી અનેક મોટા સેલેબ્સની પૂછપરછ કરી ચૂક્યું છે. ડ્રગ્સ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની પણ ધરપકડ થઈ હતી. વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં રિયાની કથિત રીતે ડ્રગ્સ ખરીદવાના આરોપમાં ધરપકડ થઈ હતી. રિયાએ મુંબઈની એક જેલમાં એક મહિનો વિતાવ્યો હતો. રિયા અને શોવિક હાલમાં જામીન પર બહાર છે.