સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે CBIની ટીમ શરૂ કરશે તપાસ
મુંબઈ, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલે હવે સીબીઆઈ તપાસ શરૂ કરશે. બિહાર સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે બુધવારે જ સુશાંત કેસ મામલે સીબીઆઈ તપાસની મંજુરી આપી દીધી હતી. સીબીઆઈ તેજ ગતિથી મામલાની તપાસ કરવા જઈ રહી છે. મળતી વિગતો અનુસાર હાલ સીબીઆઈ સુશાંત મામલે કેસ રજિસ્ટર કરવા જઈ રહી છે. સરકારે નોટિફિકેશન મળતા જ આ કામ શરૂ કરૂ દીધું હતું. તેવું પણ જાણવા મળ્યું છે કે બિહાર પોલીસનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. સીબીઆઈ દરેક બાબતની બારિકાઈથી તપાસ કરી રહી છે. તેવામાં બિહાર પોલીસની એફઆરઆઈ અને અન્ય કેસોને લઈને તેનું વર્ઝન ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
સુશાંતના પિતા જ્યારથી રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવી હતી ત્યારથી જ આ કેસ રિયાની આજુ-બાજુ રહ્યો છે. મુંબઈમાં તો બિહાર પોલીસ આ મામલે યોગ્ય તપાસ કરી શકી નહી પરંતુ ખબરો અનુસાર બિહાર પોલીસ હવે દરેક જાણકારી સીબીઆઈ સાથે શેર કરશે. થોડાં સમયમાં સીબીઆઈની સાઈટ પર પણ આ કેસ સાથે જોડાયેલી એફઆરઆઈ અપલોડ કરી દેવામાં આવશે. સીબીઆઈ સિવાય આ કેસમાં ઈડીએ પણ એન્ટ્રી કરી દીધી છે. ઈડીએ રિયા ચક્રવર્તીને 07 ઓગસ્ટને પુછપરછ માટે બોલાવી છે. રિયાને તેની પ્રોપર્ટી અને સુશાંત સાથી લેણ-દેણ અંગે સવાલ કરી શકે છે.