સુશાંત સિંહ સાથે કામ કર્યુ પણ અવાજ ન ઉઠાવ્યો

કંગનાએ સુશાંતની સાથે ફિલ્મ પીકેમાં કામ કરનારા કો-સ્ટાર આમિર ખાન અને અનુષ્કા ઉપર સવાલ ઉઠાવ્યા
મુંબઈ, સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસ અંગે બુધવારે સુપ્રીમ કોર્ટનો મોટો ર્નિણય આવ્યો છે. કોર્ટનાં આ ર્નિણય બાદ સુશાંતનાં પરિવાર અને ફેન્સ ખુબજ ખુશ છે. તેમને વિશ્વાસ છે કે સુશાંતને ન્યાય મળીને રહેશે. કોર્ટનાં આ ર્નિણય પર કંગના રનૌટ, અક્ષય કુમાર, કૃતિ સેનન, નાના પાટેકર જેવાં ઘણાં સેલિબ્રિટીઝે ખુશી જતાવી છે. તો બીજી તરફ બોલિવીડની એવી ઘણી દિગ્ગજ હસ્તીઓ પણ છે જે આ મામલે ચુપ છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
આ ચુપ્પી અંગે કંગના રનૌટે તે તમામ પર સવાલ ઉઠાવ્યાં છે. કંગનાએ સુશાંતની સાથે ફિલ્મ પીકેમાં કામ કરનારા કો-સ્ટાર આમિર અને અનુષ્કા પર સવાલ ઉઠાવ્યા છે. કંગના સતત સુશાંત માટે ન્યાયની માંગણી કરી રહી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કંગનાએ ઘણાં બોલિવૂડ સ્ટાર્સ પર સવાલ ઉઠાવ્યા હતાં અને તેણે કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઇએ સીબીઆઈ તપાસની માંગણી કરી નથી. અહીં સુધી કે આમિર ખાને પણ સુશાંત માટે અવાજ નથી ઉઠાવ્યો જ્યારે તેમાં સાથે કામ કરી ચુક્યા છે. કંગનાએ કહ્યું કે, આખી ઇન્ડસ્ટ્રી એક ગેંગનાં રૂપમાં કામ કરે છે.
જો આમિરે અવાજ ન ઉઠાવ્યો તો અનુષ્કાએ પણ એવું જ કર્યું. તે ઉપારંત સુશાંતની મોત મામલે અવાજ ન ઉઠાવવા માટે આદિત્ય ચોપરા અને રાની મુખર્જીનું પણ નામ લીધુ હતું. આટલેથી ન અટકતા તેણે કહ્યું હતુ કે, એક એક્ટરની મોત બાદ ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે કામ કરનારા ન્યાય માટે કંઇ બોલતા નથી. કોર્ટનાં ર્નિણય બાદ હવે કેટલાંક લોકોએ ચુપ્પી તોડી છે. પણ હજુ પણ કેટલાંયે એવાં છે જે ચુપ્પી સાધીને બેઠા છે. આપને જણાવી દઇએ કે વર્ષ ૨૦૧૪માં રાજકુમાર હિરાનીની ફિલ્મ પીકેમાં સુશાંત સિંહ રાજપૂત, અનુષ્કા શર્મા અને આમિર ખાને સાથે કામ કર્યુ છે.SSS