સુશીલ કુમાર પોલીસ પૂછપરછમાં ચોધાર આંસુ રડી પડ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/sushil-kumar-1.jpeg)
નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હી છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાન સાગર ધનખડની હત્યા મામલામાં ધરપકડ કરવામાં આવેલા ઓલિમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલ કુમાર અને તેના સાથે અજય બક્કરવાલા સાથે દિલ્હીના મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે. જ્યારે બંને સાથે સાગર હત્યાકાંડને લઈને પોલીસે લગભગ સાડા પાંચ કલાક સવાલ-જવાબ કર્યા. આ દરમિયાન અનેકવાર પહેલવાન સુશીલ કુમાર ચોધાર આંસુ રડી પડ્યો અને તેણે ભોજન પણ ન લીધું. જાેકે અજય બક્કરવાલા પોલીસ સ્ટેશનમાં શાંત બેસી રહ્યો અને ભોજન પણ લીધું. મામલો હાઇપ્રોફાઇલ હોવાના કારણે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારી શિબેશ સિંહ અને મોનિકા ભારદ્વાજ આ કેસને જાેઈ રહ્યા છે.
જ્યારે સુશીલ કુમારને મોડલ ટાઉન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો તો તે ત્યાં બેસવા માટે ખુરશી શોધવા લાગ્યો. પરંતુ પોલીસ અધિકારીએ તેને અને તેના સાથી અજયને લોકઅપમાં બંધ કરવા માટે કહ્યું. સુશીલ લોકઅપમાં માથું ઝૂકાવીને ચોધારઆંસુ રડવા લાગ્યો. જ્યારે અડધા કલાક સુધી રડ્યા બાદ પહેલવાનને તપાસ અધિકારીના રૂમમાં બેસાડવામાં આવ્યો તો તેની પૂછપરછ ફરી શરૂ કરવામાં આવી. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં સુશીલે આખી રાત જાગીને પસાર કરી.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં સુશીલ કુમારે જણાવ્યું કે તે સાગરને માત્ર ડરાવવા માંગતો હતો. તેથી મારઝૂડ કરી હતી. આ ઉપરાંત હથિયાર પણ એટલા માટે લાવ્યા હતા અને સમગ્ર ઘટનાનો વીડિયો ડર ઊભો કરવા માટે બનાવ્યો હતો. જાેકે સાગરની હત્યા કરવાનો કોઈ ઈરાદો નહોતો. પરંતુ જ્યારે તેનું મોત થયું હોવાની જાણ થઈ તો હું ભાગી ગયો અને આમ તેમ ભટકીને ૧૮ દિવસ સુધી ગુમ રહ્યો. ત્યારબાદ દિલ્હી પરત ફર્યો.
પોલીસ સૂત્રો મુજબ, દિલ્હીના મોડલ ટાઉનમાં સુશીલ કુમારનો એક ફ્લેટ છે જે તેની પત્નીના નામ પર છે. તેમાં સંદીપ કાલા અને લોરેન્સ વિશ્નોઈ ગેંગના બદમાશ શેલ્ટર લેતા હતા. જ્યારે અહીંથી જ બંને ગેંગના લોકો દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ટોલ ટેક્સ બૂથોને કન્ટ્રોલ કરતા હતા.
જ્યારે ફ્લેટ પર દિલ્હી પોલીસનો વોન્ટેડ સંદીપ કાલા પણ આવતો હતો. દિલ્હી પોલીસના સીનિયર અધિકારીના જણાવ્યા મુજબ, મોડલ ટાઉનના ફ્લેટને વેચીને સુશીલ કુમાર અને જઠેડી વચ્ચે પૈસાની વહેંચણી થવાની હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં જઠેડીના વિરોધી અને જેલમાં કેદ નીરજ બાજવા અને નવીન બાલીએ સુશીલ કુમારને સાથ આપ્યો, જેનાથી બંને (સુશીલ કુમાર અને જઠેડી)ની વચ્ચે મતભેદ વધી ગયા.