સુષ્મા સ્વરાજ પંચ મહાભૂતમાં થયા વિલિન
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થયું છે. મંગળવાર સાજે જ તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરાયા હતા. તેમને હાર્ટ એટેક આવતા અંતિમ શ્વાસ લીધા. ભાજપના મોટા નેતાઓ એમ્સ પહોંચ્યા હતા. આ બધાની વચ્ચે પીએમ મોદીએ સુષ્મા સ્વરાજના નિધન પર દુખ વ્યકત કરતા કહ્યું હતું કે આ મારું ખાનગી નુકસાન છે. સુષ્મા સ્વરાજ અનંતની વાટે નીકળ્યા.
Delhi: Bansuri Swaraj, daughter of former External Affairs Minister #SushmaSwaraj, performs her last rites pic.twitter.com/ymj82SjG1i
— ANI (@ANI) August 7, 2019
પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના નિધન પર સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. ત્યારે ભાજપ કાર્યાલય પર રાખવામાં આવેલા સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો છે. જે બાદ પોલીસ દ્વારા સલામી પણ આપવામાં આવી હતી. અને પરિવારના સભ્યોએ પણ તિરંગામાં લપેટાયેલા સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને સલામી આપી હતી.
Delhi: PM Narendra Modi, Senior BJP leader LK Advani, Vice-President M Venkaiah Naidu and Defence Minister Rajnath Singh at Lodhi Crematorium. #SushmaSwaraj pic.twitter.com/Lnl9KbNo7X
— ANI (@ANI) August 7, 2019
આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, પ્રહલાદ પટેલ, હર્ષવર્ધન સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ એઇમ્સ પહોંચ્યા હતા. સુષ્મા સ્વરાજ ઘણા લાંબા સમયથી બિમાર હતા. તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યું હતુ. બિમારીના કારણે તેઓ 2019ની લોકસભા ચૂંટણી પણ લડ્યા ન હતા
#WATCH Delhi: Prime Minister Narendra Modi, VP Venkaiah Naidu, senior BJP leader LK Advani, Union Ministers Amit Shah, Rajnath Singh & others leave from Lodhi Crematorium. #SushmaSwaraj pic.twitter.com/NvThkFueR2
— ANI (@ANI) August 7, 2019