સુષ્મિતાની ભાભી ચારુએ રોહમન શોલને જીજાજી કહીને સંબોધતી જોવા મળી
મુંબઈ: એક્ટ્રેસ સુષ્મિતા સેન હાલ બોયફ્રેન્ડ રોહમન શોલ, ભાઈ રાજીવ સેન, ભાભી ચારુ અસોપા અને બાકીના પરિવાર સાથે દુબઈમાં છે. સેન પરિવારે દુબઈમાં જ ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી અને તેઓ ન્યૂયરનું વેલકમ પણ અહીં જ કરવાના છે. દુબઈમાં સુષ્મિતા અને તેનો પરિવાર સુખદ સમય વિતાવી રહ્યા છે.
ત્યારે હાલમાં જ સુષ્મિતાના ભાઈ રાજીવ સેને ક્રિસમસ સેલિબ્રેશનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ચારુ અસોપા રોહમન શોલને ‘જીજુ’ કહીને સંબોધતી જાેવા મળે છે. ‘દુબઈની ક્રિસમસ પાર્ટી’ કેપ્શન સાથે રાજીવે પોસ્ટ કરેલા આ વિડીયોમાં રાજીવ, રોહમન, સુષ્મિતા એકબીજાને મેરી ક્રિસમસ કહેતા જાેવા મળે છે.
આ સિવાય દુબઈમાં થયેલા ક્રિસમસ સેલિબ્રેશનની ઝલક પણ બતાવવામાં આવી છે. જાે કે, આ વિડીયોમાં સૌથી વધુ ધ્યાન ચારુ અસોપાના રોહમન માટે થયેલા સંબોધને ખેંચ્યું છે. સુષ્મિતા અને રોહમનના ફેન્સ આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
સુષ્મિતા અને રોહમન ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે લાગી રહ્યું છે કે તેઓ પોતાના સંબંધને આગળ વધારવા માગે છે. સુષ્મિતા સેન અને રોહમન શોલની ઉંમરમાં ૧૫ વર્ષનો તફાવત છે. જાે કે, પ્રેમને ઉંમરના સીમાડા નથી નડતાં તે આ કપલે સાબિત કરી આપ્યું છે.
સુષ્મિતા અને રોહમને એકબીજા પ્રત્યેનો પ્રેમ ક્યારેય છુપાવ્યો નથી. જ્યારથી તેમણે પોતાની રિલેશનશીપ સ્વીકારી છે ત્યારથી તેઓ જાહેરમાં પ્રેમ વ્યક્ત કરતાં ખચાકાયા પણ નથી. આટલું જ રોહમન શોલ સુષ્મિતાની બંને દીકરીઓ રેને અને અલિશા સાથે સારું બોન્ડિંગ શેર કરે છે.
લોકડાઉન દરમિયાન અલિશાને અભ્યાસમાં મદદ કરતા રોહમનનો વિડીયો સુષ્મિતાએ શેર કર્યો હતો. આ ઉપરાંત સુષ્મિતા અને રોહમન એકબીજાના પરિવારો પ્રત્યે આદરભાવ અને પ્રેમ ધરાવે છે. સુષ્મિતા અને રોહમનની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે.