સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન ક્રાઈમ થ્રીલર દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કરશે
મુંબઈ: સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન ક્રાઈમ થ્રીલર ‘ઇતિ ઃ કેન યુ સોલ્વ યોર ઓન મર્ડર’ દ્વારા બોલિવુડમાં પદાર્પણ કરશે. આ ફિલ્મને વિવેક આનંદ ઓબેરોય પણ પહેલીવાર નિર્માતા તરીકે શરૂઆત કરી રહ્યા છે જ્યારે વિશાલ મિશ્રા દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે. રાજીવે પોતાની ભૂમિકા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તે ઇચ્છે છે કે દર્શકો તેની ભૂમિકાને ફક્ત જુએ નહી પણ તેને અનુભવે પણ ખરા.
‘હું નસીબદાર છું કે મારા પ્રથમ નિર્દેશક તરીકે મને વિશાલ મળ્યા છે. તેમણે શૂટિંગ દરમિયાન મને ભૂમિકા સમજવામાં ઘણી મદદ કરી.’ મે મારી ભૂમિકા માટે તૈયારી કરવા ઘણી થ્રીલર ફિલ્મો જાેઈ હતી. મે અજય દેવગણની ફિલ્મ દિવાનગી પણ જાેઈ હતી. એક મૃદુભાષી વ્યક્તિથી લઈને કલાઈમેક્સ માં જે રીતે તેઓ પોતાના કેરેક્ટરને ડાર્ક બનાવે છે તે જાેઈને મને ઘણું શીખવા મળ્યું.
રાજીવે જણાવ્યું હતું કે, ‘બહેન સુષ્મિતા તેના માટે પ્રેરણાસ્ત્રોત રહી છે, મારી બહેને આપેલી સલાહો કાયમ મને કામ આવી છે. તેણે મને મારા ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરવું, કેવી રીતે પોતાની જાતને સતત પડકારતી રહેવી તે શીખવ્યું છે.’