Western Times News

Gujarati News

સુષ્મિતા સેન અને રામ માધવાનીએ ‘આર્યા’ સીઝન-૨ની કરી જાહેરાત

મુંબઈ: શનિવારે સુષ્મિતા સેન ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન કર્યું હતું અને પોતાના ચાહકો સાથે વાતચીત કરી હતી. જે દરમિયાન સુષ્મિતા  સેને રામ માધવાનીને ‘આર્ય’ના પાત્ર વિશે પૂછ્યું અને બાદમાં પ્રેક્ષકોને ‘વાચ આઉટ ફોર સીઝન’ કહીને ચીડવ્યા હતાં.

ફિલ્મ નિર્માતા રામ માધવાનીએ સુષ્મિતા  સેન સ્ટારર સિરીઝ આર્યાની સીઝન-૨ની જાહેરાત કરી છે અને કહ્યું છે કે, બીજી સીઝનમાં નવા અવરોધોનો સામનો કરતું પાત્ર જાવા મળશે. લોકપ્રિય  ડચ ક્રાઈમ-ડ્રામા પેનોઝાની ઓફિશિયલ રિમેક, ડિઝની અને હોટસ્ટાર સીરિઝ, આર્યા સરીનની આસપાસ ફરે છે. જે સેન દ્વારા ભજવવામાં આવી હતી, જે સુખી રીતે લગ્ન કરેલી †ી છે. જેનો પતિ જ્યારે ગોળી ચલાવે છે, ત્યારે બધુ પલટાઈ જાય છે.

તેણીને જાણ થઈ કે તે કદાચ ગેરકાયદેસર ડ્રગ રેકેટમાં સામેલ છે, જે હવે તેના પરિવારને ધમકી આપે છે. આ શો માધવાની અને સંદિપ મોદી દ્વારા કો-ક્રિએટેડ છે. જેમાં એક અરસા બાદ સુષ્મિતા સેને પડદા પર એન્ટ્રી કરી છે. શનિવારે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન દરમિયાન સેને માધવાનીને આર્યના પાત્રના ભાવિ અને તેણીને ‘વધુ જાખમી’ પાત્ર મળે તેવું પૂછ્યું હતું.

આર્યાનું ગત મહિને પ્રીમિયર યોજાયું હતું અને તેની ટૌટ વાર્તા અને અસરકારક પ્રદર્શન માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સિઝન-૧માં ચંદ્રચુરસિંહ, નમિત દાસ, મનીષ ચૌધરી અને સિકંદર ખેર પણ હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.