સુષ્મિતા સેન ફોઈ બની, ભાભી ચારુએ દીકરીને જન્મ આપ્યો

મુંબઈ, સીરિયલ મેરે અંગને મેંની એક્ટ્રેસ ચારુ અસોપા અને તેનો પતિ રાજીવ સેન પેરેન્ટ્સ બની ગયા છે. બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનના ભાઈ રાજીવે પોતે પિતા બન્યો હોવાની ખુશખબર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ચારુ અને રાજીવ દીકરીના માતાપિતા બન્યા છે. રાજીવ સેને ઈન્સ્ટાગ્રામ પર પરિવારની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેઓ ઈમોશનલ થયેલા જાેવા મળે છે.
રાજીવે શેર કરેલી પહેલી તસવીરમાં ચારુ એકદમ ઈમોશનલ જાેવા મળી રહી છે. પોતાની દીકરીને પહેલીવાર હાથમાં લેતી વખતે તે એકદમ ભાવુક થઈ ગઈ હતી. જ્યારે રાજીવ દીકરીના માથાને પ્રેમથી ચૂમી રહ્યો છે. બીજી તસવીરમાં રાજીવ પત્ની પર પ્રેમ વરસાવતો જાેવા મળી રહ્યો છે.
જ્યારે ત્રીજી તસવીરમાં રાજીવ પોતાની નાનકડી પરીને તેડીને ઊભો છે. રાજીવે આ તસવીરો શેર કરતાં લખ્યું, દીકરીનો જન્મ થયો છે. ચારુની તબિયત સારી છે. છેલ્લી ઘડી સુધી ખૂબ મજબૂત રહેવા બદલ મારી પત્ની પર ગર્વ છે. તમારા સૌની પ્રાર્થનાઓ માટે આભાર.
ઈશ્વરનો આભાર. રાજીવે આ તસવીરો શેર કરતાં જ ફેન્સ અને મનોરંજન ઈન્ડસ્ટ્રીના ફેન્સ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે. સેન અને અસોપા પરિવાર આ ક્ષણની લાંબા સમયથી રાહ જાેઈ રહ્યો હતો. આ વર્ષે મે મહિનામાં ચારુએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. વાતચીતમાં ચારુએ કહ્યું હતું, હું અને રાજીવ છેલ્લા થોડા સમયથી બેબી પ્લાનિંગ કરી રહ્યા હતા.
પણ આપણે જેમ વિચારીએ છીએ તેવું નથી થતું. અમે જ્યારે આશા છોડી દીધી ત્યારે જ અમને સરપ્રાઈઝ મળી હતી. મને ખબર પડી કે આ મારું પ્રેગ્નેન્સીનું ચોથું અઠવાડિયું છે. મેં ટેસ્ટ કરવાનું નક્કી કર્યું ત્યારે પહેલો ટેસ્ટ નેગેટિવ આવ્યો પરંતુ બીજાે પોઝિટિવ આવ્યો હતો.
હું અને રાજીવ અમારા જીવનના નવા તબક્કા માટે ખૂબ ઉત્સાહિત છીએ. જણાવી દઈએ કે, ચારુ અને રાજીવે ૨૦૧૯ની સાલમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. વચ્ચે થોડો સમય તેમના લગ્ન ભંગાણને આરે હોવાની ચર્ચા હતી. પરંતુ બાદમાં તેમને વચ્ચે સુમેળ સધાયો હતો અને હવે તેઓ દીકરીના માતાપિતા બની ગયા છે.SSS