Western Times News

Gujarati News

સુસ્ત ઈકોનોમીને વેગ આપવા સરકાર ત્રીજુ રાહત પેકેજ જાહેર કરશે

નવી દિલ્હી, કોરોનાના કારણે મંદીમાં ઘેરાયેલી ઈકોનોમીને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર ત્રીજુ રાહત પેકેજ આપવા માટે તૈયારી કરી રહી છે. મળતી જાણકારી પ્રમાણે આ પેકેજ 50000 કરોડ રુપિયા સુધીનુ હશે.જેમાં સૌથી વધારે ભાર નોકરીઓ વધારવા પર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી યોજનાઓ પર મુકાશે.

આ સાથે જ સરકાર ઓટોમોબાઈલ, ઈલે્ટ્રોકનિક્સ, ટુરિઝમ  સેક્ટરની કંપનીઓને રોજગારી પેદા કરવા બદલ ટેક્સ છુટ અને કેશ ઈન્સેટિવ પણ આપી શકે છે.કારણકે સરકારનુ કહેવુ છે કે, હાલમાં તમામ ધ્યાન રોજગારી વધારવા પર અને બજારમાં માંગ ઉભી થાય તેના પર આપવામાં આવી રહ્યુ છે.

સરકારે આ પહેલા પહેલા આર્થિક પેકેજમાં 20 લાખ કરોડ રુપિયાની યોજનાઓ જાહેર કરી હતી.એ પછી 45000 કરોડના એક બીજા પેકેજનુ પણ એલાન કરાયુ હતુ.જોકે આ બંને પેકેજથી સુસ્ત પડેલી ઈકોનોમીમાં કોઈ ખાસ તેજી જોવા મળી  નથી.હવે સરકાર ત્રીજુ પેકેજ લાવી રહી છે.સરકાર તેમાં રોજગારી વધારવા પર ભાર મુકી રહી છે પણ પેકેજની જાહેરાત બાદ જ ખબર પડશે કે રોજગારી વધવાની શક્યતાઓ કેટલી છે.

સરકારનુ જોર 20 થી 25 ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ પર પણ રહેશે.આ પેકેજના ભાગરુપે તેમાં ભારે રોકાણનુ એલાન થઈ શકે છે.જો ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓને અમલમાં મુકાશે તો તેના કારણે પણ રોજગારી વધશે.આ માટે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.