Western Times News

Gujarati News

સુહાગરાતના થોડા સમય પહેલાં દુલ્હાએ ઝેર ખાધું

Files Photo

ઇન્દોર: લગ્નનો દિવસ જિંદગીનો સૌથી ખાસ દિવસ હોય છે. આ દિવસને હરકોઈ યાદગાર બનાવવા ઇચ્છતા હોય છે. પરંતુ ઈન્દોરમાં એક એવી ઘટના સામે આવી છે. જેને જાણીને દરેક લોકો ચોંકી ગયા હતા. અહીં એક દુલ્હાએ સુહાગરાતના થોડા સમય પહેલા જ ઝેર ખાઈ લીધું હતું. જેવી જ આ ખબર લોકોને જાણવા મળી કે હડકંપ મચી ગયો હતો.

આ ચોંકાવનારી ઘટના મધ્ય પ્રદેશના ઈન્દોરના ચંદન નગરની છે. અહીંના સૈફ અલીની મલ્હારગંજમાં લગ્ન હતા. પરિવારથી લઈને દુલ્હા, દુલ્હન અને સંબંધીઓ પણ ખુબ જ ખુશ હતા. દુલ્હા પોતાની દુલ્હનને લઈને ઘરે આવ્યો હતો. સાંજે તો દુલ્હનના રૂમમાં ગયો હતો. ત્યારબાદ થોડા સમય પછી તે બીજા રૂમમાં ગયો હતો. જ્યાં તેની તબિયત બગડવા લાગી અને ઉલ્ટીઓ થવા લાગી હતી. દુલ્હાની તબિયત બગડતા જાેઈને તેને તાત્કાલિક મહારાજા યશવંતરાવ હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. ડોક્ટરોએ તપાસ કરીને અને કહ્યું કે યુવકે ઝેર ખાધું છે.

ત્યારબાદ હોસ્પિટલ તરફથી આપેલી સુચનાના બાદ પોલીસે પરિવારજનોનું નિવેદન લીધું હતું. જાેકે, યુવકની હાલત અત્યારે સ્થિર છે. ઉલ્લેખનીય છે કે રવિવારે રિસેપ્શનનું આયોજન રાખ્યું હતું. શહેરમાં લોકડાઉન હોવાના કારણે રિસેપ્શન સોમવારે થવાનું હતું. દુલ્હાના ઘરવાળા રિસેપ્શનની તૈયારીમાં લાગ્યા હતા. પરંતુ આ ઘટના બાદ સમારોહ સ્થગિત રાખવામાં આવ્યો હતો. લોકો દુલ્હનનો ચહેરો જાેઈને એ વાત કહી રહ્યા છે કે સૈફ અલીએ લગ્નના એક દિવસ બાદ ઝેર કેમ ખાધું હશે. એવું તે કયું કારણ હશે કે જેના કારણે સૈફ અલીને મરવા માટે મજબૂર થવું પડ્યું હશે. પોલીસનું કહેવું છે કે યુવક ઠીક થયા પછી આવું કરવા પાછળનું યોગ્ય કારણ જાણી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.