સુહાગરાત પર પતિના પગ નીચેથી સરકી જમીન: દુલ્હન ૫ મહિનાની પ્રેગ્નેન્ટ નીકળી
મેરઠ, ઉત્તર પ્રદેશના મેરઠમાં એક શખ્સના લગ્નની ખુશીઓ એ સમયે ગાયબ થઈ ગઈ જ્યારે લગ્ન બાદ સુહાગરાતના અવસર પર પતિને ખબર પડી કે તેની પત્ની ૫ મહિનાની પ્રેગ્નેન્ટ છે. આ વાતથી પરિવારમાં સનસની ફેલાઈ ગઈ. તો પતિ પોલીસ પાસે પહોંચી ગયો. પતિનો આરોપ છે કે તેણે જ્યારે પત્ની પ્રેગ્નેન્ટ હોવાની વાત સાસરીના લોકોને કહી તો વધારાનું સાસરીવાળાએ તેને જુઠ્ઠા કેસમાં ફસાવવની ધમકી આપી દીધી. એટલું જ નહીં તેની પાસે હવે ૧૦ લાખ રૂપિયાની પણ માગણી કરી રહ્યા છે.
હવે એ શખ્સ ન્યાયની આશા લઈને મેરઠ એસએસપી ઓફિસ પહોંચ્યો છે જ્યાં તેણે લેખિત ફરિયાદ કરીને પોલીસ પાસેથી આ બાબતે કાર્યવાહી કરવાની માગણી કરી છે. તો તેના પિતાએ જણાવ્યું કે લગ્નની રાતે જ દુલ્હને તેના પુત્રને કહ્યું હતું તેના પેટમાં દુઃખાવો છે પરંતુ ત્યારે કોઈનું ધ્યાન ન ગયું પરંતુ જ્યારે પતિને શંકા ગઈ તો આ વાત પોતાની માતાને કહી.
ત્યારબાદ પત્ની (નવપરણિત)ને હૉસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ જાેયા બાદ પતિ અને તેના ઘરના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ.અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં પત્ની ૫ મહિના પ્રેગ્નેન્ટ નીકળી અને જાણવા મળ્યું કે તેના પેટમાં જુડવા બાળકોનો ઉછેર થઈ રહ્યો છે.
જાેકે પત્નીના ઘરના લોકો આ વાત માનવાની ના પાડી રહ્યા છે અને વધારાનું છોકરાને ફસાવવની ધમકી આપી રહ્યા છે. હાલમાં આ કેસમાં પોલીસ આધિકારીઓએ તપાસ કરીને નિષ્પક્ષ કાર્યવાહીની વાત કહી રહી છે. આ ઘટના ખરખોદા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલીખેડાની છે. આરોપ છે કે અહીં રહેનારા સલમાનના લગ્ન ૨૫ ડિસેમ્બરના રોજ મેરઠની ઝાકિર કોલોનીમાં રહેનારી સાનિયા સાથે થયા હતા.
આરોપ છે કે જ્યારે આ બાબતે પતિએ પત્ની અને તેના પિયરના લોકોને પૂછ્યું તો તેમણે કહ્યું કે તેની પાસે ૧૦ લાખ રૂપિયા લેવા માટે જ લગ્ન કર્યા હતા. હવે તે તેમને ૧૦ લાખ રૂપિયા આપે નહિતર જુઠ્ઠા કેસમાં ફસાવી દેશે.
આ પહેલા પણ ઉત્તર પ્રદેશમાં આવી ઘટના સામે આવી ચૂકી છે. થોડા મહિના અગાઉ કિલ્લા સરાયમાં આવી જ એક ઘટના સામે આવી હતી. ૧૦ દિવસ પહેલા જે દુલ્હનન લગ્ન થયા હતા તે ૮ મહિનાની ગર્ભવતી નીકળી હતી. તેને લઈને આખા મોહલ્લામાં અફરાતફરી મચી ગઈ હતી.HS