સુહાનાએ ભાઈના બર્થ ડે પર ક્યૂટ વીડિયો શેર કર્યો
મુંબઈ: બોલિવુડનો બાદશાહ શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ૨૦૧૩માં ત્રીજીવાર પેરેન્ટ્સ બન્યા હતા. શાહરૂખ અને ગૌરીના દીકરા અબરામનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. અબરામ ૮ વર્ષનો થયો છે. પોતાના ભાઈના બર્થ ડે પર શાહરૂખની દીકરી સુહાનાએ ખાસ વિડીયો શેર કર્યો છે. સુહાનાએ અબરામના બર્થ ડે પર એક જૂનો વિડીયો શેર કર્યો છે જેમાં બંને સ્વિમિંગમાં પુલ પાસે જાેવા મળી રહ્યા છે. વિડીયોમાં અબરામ દીદી સુહાનાના ગાલ પર કિસ કરતો જાેવા મળે છે.
સુહાના ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ક્યૂટ વિડીયો શેર કરવાની સાથે ‘બર્થ ડે બોય’ લખ્યું છે. સુહાના અને અબરામના ફેન્સને આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ગૌરી અને શાહરૂખની લાડલી દીકરી સુહાના ૨૧ વર્ષની થઈ છે. સુહાના હાલ અમેરિકામાં છે અને તેણે પોતાનો બર્થ ડે ત્યાં ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કર્યો હતો. સુહાનાના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
સામે આવેલી એક તસવીરમાં સુહાના બર્થ ડે કેક સાથે જાેવા મળી રહી છે. બીજી તસવીરમાં પોતાની બહેનપણી સાથે પોઝ આપતી જાેવા મળી રહી છે. આ ઉપરાંત બર્થ ડે પરના દિવસનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં સુહાના બલૂન્સ સાથે રમતી જાેવા મળી હતી. સુહાનાનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. સુહાનાનું બર્થ ડે સેલિબ્રેશન આટલેથી જ નહોતું અટક્યું. બર્થ ડે ગર્લે સ્વિમિંગ પુલમાં બહેનપણીઓ સાથે પણ ખૂબ મસ્તી કરી હતી. સુહાનાની પોતાની ગર્લગેંગ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.