સુહાના ખાનની નવી તસવીરે ઇન્ટરનેટનો પારો વધાર્યો
મુંબઇ: બોલિવૂડનાં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ભલે હજુ સુધી બોલિવૂડમાં એન્ટ્રી ન કરી હોય, પણ તે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ તે ઘણી એક્ટિવ છે. અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરે છે. આઈપીએલ દરમિયાન ચર્ચામાં આવેલી સુહાનાએ હાલમાં જ એક તસવીર પોસ્ટ કરી છે. જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. સુહાના ખાન અવાર નવાર તેનાં સ્ટનિંગ અવતારથી ફેન્સનું દિલની ધડકન વધારે છે. આ વચ્ચે એક વખત ફરી સુહાના ખાને તેની એક તસવીર શેર કરી છે.
જે તેનાં ફેન્સની વચ્ચે ઘણી પસંદ થઇ રહી છે. સુહાના આ તસવીરમાં બીચ પર નજર આવે છે. તસવીરમાં તે સ્કર્ટ પહેરેલી કાતિલાના લૂક આપી રહી છે. આ તસવીર શેર કરતાં તેને કેપ્શનમાં લખ્યું છે, જુઓ મને સ્કર્ટમાં’ સુહાના ખઆન હમેશા તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. તેની આ તસવીર પર ફેન્સની સાથે સાથે સેલિબ્રિટીઝ પણ કમેન્ટ કરે છે. આ પહેલી વખત નથી કે સુહાનાની કોઇ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી તેની ગ્લેમરસ સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. સુહાના ખાન અમેરિકામાં ભણે છે. આપને જણાવી દઇએ કે, સુહાનાએ હાલમાં જ મિરર સેલ્ફી લીધી હતી. જેમાં તે બ્લેક એન્ડ વ્હાઇટ કલરનાં ક્રોપ ટોપમાં નજર આવી હતી. આ સેલ્ફીમા સુહાનાએ તેનાં કર્વ્સ ફ્લોન્ટ કર્યા હતાં. ફેન્સની વચ્ચે સુહાનાની આ મિરર સેલ્ફી ખુબ જ વાયરલ થઇ હતી.