Western Times News

Gujarati News

સૂકા કૂવામાંથી ૫૦૦ તેમજ ૨૦૦૦ની નોટો નિકળવા લાગી

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક આશ્વર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક પ્રાચીન શિવ મંદિરના કુવામાંથી ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨ હજાર રૂપિયાની નોટો નિકળી રહી છે. આ ઘટના વિશે જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. દૂર દૂરથી લોકો આ કુવાને જાેવા પહોચી રહ્યા છે. તમને જણાવી દઇએ કે ગામના કિનારે પ્રાચીન શિવ મંદિર છે. તે પરિસરમાં જ એક સુકો ખંડેર ચાલીસ ફૂટ ઉંડો કુવો છે.

મંગળવારે બપોરે કેટલાક છોકરા મંદિર પરિસરમાં રમી રહ્યા હતા. તેમાંથી કેટલાકે કુવામાં જાેયું તો નોટ જેવું પડેલું જાેવા મળ્યું. ત્યારબાદ છોકરાઓએ ચિકણા ફળને દોરી વડે બાંધીને કુવામાં લટકાવીને ઉતાર્યું તો ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ અને બે હજારની નોટ નિકળી. કુવામાં નોટો પડેલી હોવાથી જાણકારી મળ્યા બાદથી જ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. કુવાની અંદર નોટ નિકળવાના સમાચાર આસપાસના ગામમાં આગની માફક ફેલાઇ ગયા.

જાેત જાેતાં અહીં ભીડ એકઠી થવા લાગી. ગ્રામીણના અનુસાર અત્યાર સુધી કુવાની અંદરથી આઠ-નવસો હજાર રૂપિયા નિકળી ચૂક્યા છે. અત્યારે પણ કુવાની અંદર નોટો પડેલી જાેવા મળી. ગ્રામીણોના અનુસાર અંદર એક મોબાઇલ પણ પડેલો હતો. આ સમગ્ર ઘટના પર હાલ વહિવટીતંત્ર તરફથી કોઇ જાણકારી સામે આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.