સૂકા બજારમાં પસાર થતી બેકાબુ બનેલી કારે એક્ટિવાને અડફેટે લઇ દીવાલ સાથે ભટકાઈ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે વાહનચાલકો સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓનો ભોગ લેવાઈ રહ્યો છે મોડાસા શહેરના સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા સુકાબજાર વિસ્તારમાં પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતા એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી બેકાબુ બનેલ કાર નજીક રહેલી દુકાનની દીવાલમાં ઘૂસી જતા અટકી જતા મોટી જાનહાની ટળી હતી અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા એક્ટિવા ચાલકના શરીરે સામાન્ય ઈજાઓ થઇ હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી
મોડાસા શહેરના સુકાબજાર વિસ્તારમાંથી પસાર થતી કારના ચાલકે અગમ્ય કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યા બાદ સામેથી આવતા એક્ટિવાને અડફેટે લીધા પછી કાર બેકાબુ બની રોડ નજીક રહેલી દુકાનની દીવાલ સાથે ધડાકાભેર અથડાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા સદનસીબે એક્ટિવા ચાલકને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કાર બેકાબુ બન્યા પછી દીવાલમાં અથડાઈ અટકી જતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજ માટે રહી ગઈ હતી લોકોમાં કાર ચાલક સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો