Western Times News

Gujarati News

સૂરજ બરજાત્યાની આગામી ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના લીડ રોલ

હજુ આ ફિલ્મનું નામ જાહેર થયું નથી

આ ફિલ્મનું શૂટિંગ લગભગ છ મહિના સુધી ચાલશે અને ૨૦૨૬ના પાછળના ભાગમાં આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે

આયુષ્યમાન ખુરાના નવેમ્બરમાં બરજાત્યાની ફિલ્મનું કામ શરૂ કરશે

મુંબઈ, આ વર્ષની શરૂઆતમાં એવા અહેવાલો હતા કે સૂરજ બરજાત્યાનો નવો પ્રેમ હવે આયુષ્યમાન ખુરાના હશે. હવે સૂરજ બરજાત્યાની આગામી ફિલ્મમાં તે લીડ રોલમાં જોવા મળશે. આ રોમેન્ટિક ફિલ્મમાં શર્વરી વાઘ પણ લીડ રોલમાં હશે. હવે એવા અહેવાલ છે કે સૂરજ બરજાત્યાની આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર ૨૦૨૫માં શરૂ થશે.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આયુષ્યમાન જેવી મેડોકની ‘થામા’ પુરી કરશે કે તરત તે સૂરજ બરજાત્યાની પ્રેમભરી દુનિયામાં પ્રવેશ કરશે.

સુત્રએ જણાવ્યું, “આયુષ્યમાન પ્રેમનો રોલ કરવા માટે ખુબ ઉત્સુક છે અને સૂરજ બરજાત્યાની ફિલ્મનું નવેમ્બર ૨૦૨૫માં શૂટિંગ શરૂ કરશે.”આ સુત્રએ આગળ એવું પણ કહ્યું કે આ ફિલ્મનું શૂટિંગ લગબગ છ મહિના સુધી ચાલશે અને ૨૦૨૬ના પાછળના ભાગમાં આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે.

સામાન્ય રીતે બરજાત્યાની ફિલ્મ મોટા પરીવારો સાથે વિશાળ સ્ટારકાસ્ટ અને સંગીત આધારીત ફિલ્મ હોય છે, પરંતુ આ ફિલ્મ અંગે સુત્રના જણાવ્યા અનુસાર, “સૂરજ બરજાત્યાની આ ફિલ્મ એક રમુજી અને રોમેન્ટિક ફિલ્મ બનાવવા માગે છે, જેમાં એક ન્યુક્લિયર ફેમિલીની વાત છે. ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ ચૂકી છે અને તેઓ હવે અન્ય કલાકારોનું કાસ્ટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પણ કેટલાંક પીઢ અને અનુભવી કલાકારો હશે, હાલ કાસ્ટિંગ ચાલી રહ્યું છે.”

હજુ આ ફિલ્મનું નામ જાહેર થયું નથી, ‘મેને પ્યાર કિયા’, ‘હમ આપકે હે કૌન’, ‘હમ સાથ સાથ હૈ’, ‘મૈ પ્રેમ કી દિવાની હું’, ‘વિવાહ’, ‘પ્રેમ રતન ધન પાયો’ અને ‘ઊંચાઈ’ પછી બરજાત્યાની આ આઠમી ફિલ્મ હશે. આયુષ્યમાન ખુરાના આ ફિલ્મમાં કાસ્ટ થઈ ચૂક્યો છે. આયુષ્યમાન ખુરાના દિનેશ વિજાનની ‘થામા’નો પણ હિસ્સો છે અને કરણ જોહર એક સ્યાપ કોમેડી પ્રોડ્યુસ કરે છે, તેમાં પણ આયુષ્યમાન છે. સાથે તે યશરાજ ફિલ્મ્સ સાથે પણ ‘પોશમ પા’માં કામ કરી રહ્યો છે. જ્યારે શર્વરી વાયઆરએફના સ્પાય વર્લ્ડમાં ‘આલ્ફા’માં કામ કરી રહ્યો છે અને અન્ય કેટલીક મોટી ફિલ્મ માટે વાટાઘાટો ચાલે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.