Western Times News

Gujarati News

સૂર્યનગરના છાપરા, વેજલપુર મેડિકલ કેમ્પ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ  ફ્રી ચેક અપ કેમ્પ યોજાયો

મેડિકલ કેમ્પ.. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ  ફ્રી ચેક અપ.
ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા અવનાવ રાહત કાર્યો કરતુ રહે છે   માનવ સેવા એ જ પ્રભુ સેવા. નાના ગામડાઓ હોઈ કે પછી મોટા શહેર, દરેક જગ્યાએ સૌથી મૂળભૂત સેવા એટલે સ્વસ્થતા. સ્વસ્થ ગુજરાત અને ભારત મિશન માં સહયોગ આપી રહી છે ટ્રેસના Foundation. અમદાવાદ શહેર માં આવેલું “સૂર્યનગર છાપરા – વેજલપુર” જ્યાં તબીબી સેવાઓ નો અભાવ તો છે જ સાથે સાથે લોકો પણ હોસ્પિટલ ની મુલાકાત લેતા અચકાય છે.

આ પડકાર ને પહુંચી વાળવા માટે, ટ્રેસના Foundation એ “સૂર્યનગર છાપરા – વેજલપુર” ખાતે ત્યાં ના રહીશો ની દાક્તરી તપાસ અને તેમની સ્વસ્થ સંબંધિત સમસ્યાઓ ના નિવારણ માટે એક મેડિકલ કેમ્પ નું આયોજન કર્યું. આ કેમ્પ માં તબીબી નિષ્ણાંતોએ

ત્યાં ના રહીશો ને તપાસી યોગ્ય સૂચન કર્યા , તેમજ ડાયાબિટીસ અને બીપી જેવી તકલીફો માટેની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપ્યુ…

આવા નાના પ્રયાસો થકી, ટ્રેસના Foundation નાના ગામો થી લઇ ને શહેર ના પછાત વિસ્તારો સુધી દરેક સંભવ સહાય આપવા પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.