સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકનો IPO 17 માર્ચ, 2021ના રોજ ખુલશે
· પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 303થી રૂ. 305 નક્કી થઈ
· ઇશ્યૂ 17 માર્ચ, 2021ને બુધવારથી 19 માર્ચ, 2021ને શુક્રવાર સુધી ખુલ્લ રહેશે
મુંબઈ, વ્યાજના ચોખ્ખા માર્જિન, એસેટ પર વળતર, યીલ્ડ અને ડિપોઝિટમાં વૃદ્ધિની દ્રષ્ટિએ ભારતની અગ્રણી સ્મોલ ફાઇનાન્સ બેંક છે તથા નાણાકીય વર્ષ 2019-20માં આવકમાં ખર્ચનો સૌથી ઓછો રેશિયો ધરાવતી ભારતમાં સ્મોલ ફાઇનાન્સ બેંકો (SFBs) વચ્ચે સ્થાન ધરાવતી (સ્ત્રોતઃ ક્રિસિલનો રિપોર્ટ) સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ (“બેંક”)નો રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો આઇપીઓ (ઇનિશિયિલ પબ્લિક ઓફર) 17 માર્ચ, 2021ના રોજ ખુલશે (“ઇક્વિટી શેર” અને આ પ્રકારની ઇનિશિયલ પબ્લિક ઓફર, “ઇશ્યૂ”). આ ઇશ્યૂ 19 માર્ચ, 2021ના રોજ બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 303થી રૂ. 305 નક્કી કરવામાં આવી છે.
ઇશ્યૂમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ માટે 500,000 ઇક્વિટી શેરનું રિઝર્વેશન (પોસ્ટ-ઇશ્યૂ પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીનો 0.47 ટકા હિસ્સો) સામેલ છે (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન” અને એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન સિવાયનો ઇશ્યૂનો ઉલ્લેખ અહીં “નેટ ઇશ્યૂ” તરીકે કરવામાં આવ્યો છે). બેંક અને વિક્રેતા શેરધારકો બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં લાયકાત ધરાવતા કર્મચારીઓને ઇશ્યૂ પ્રાઇસ પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ (ઇક્વિટી શેરદીઠ રૂ. 30ને સમકક્ષ) ઓફર કરી શકે છે (“એમ્પ્લોયી ડિસ્કાઉન્ટ”).
*બેંકે 5,208,226 ઇક્વિટી શેરનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ હાથ ધર્યું છે, જેમાં સામેલ છે (1) અંદાજે રૂ. 900.00 મિલિયન સુધી ઇક્વિટી શેરદીઠ રૂ. 291.75ના ભાવે રોકડ માટે એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને 3,084,833 ઇક્વિટી શેરનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ;(2) અંદાજે રૂ. 499.99 મિલિયન સુધી ઇક્વિટી શેરદીઠ રૂ. 291.75ના ભાવે રોકડ માટે એક્સિસ ફ્લેક્સિ કેપ ફંડને 1,713,795 ઇક્વિટી શેરનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ; (3) અંદાજે રૂ. 100.00 મિલિયન સુધી ઇક્વિટી શેરદીઠ રૂ. 291.75ના ભાવે રોકડ માટે એક્સિસ ઇક્વિટી હાઇબ્રિડ ફંડને 342,760 ઇક્વિટી શેરનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ;
અને (4) અંદાજે રૂ. 19.50 મિલિયન સુધી ઇક્વિટી શેરદીઠ રૂ. 291.75ના ભાવે રોકડ માટે કિરન વ્યાપાર લિમિટેડને 66,838 ઇક્વિટી શેરનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ, જે 13 ફેબ્રુઆરી, 2021ના રોજ શેરધારકોના ઠરાવ અને બોર્ડના 23 ફેબ્રુઆરી, 2021ના ઠરાવ સાથે સુસંગત છે; (સંયુક્તપણે, “પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ”). પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટને પગલે ફ્રેશ ઇશ્યૂની સાઇઝ ઘટીને 5,208,226 ઇક્વિટી શેર થઈ છે.
ઉપરાંત બોર્ડના 2 માર્ચ, 2021ના ઠરાવના સંબંધમાં બેંકે ફ્રેશ ઇશ્યૂની સાઇઝમાં 1,763,226 ઇક્વિટી શેરનો વધારો પણ કર્યો છે (શેરધારકોએ 27 જુલાઈ, 2020ના રોજ આપેલી ફ્રેશ ઇશ્યૂની મંજૂરી માટેની મર્યાદાની અંદર). એ મુજબ, ફ્રેશ ઇશ્યૂની સાઇઝ 8,150,000 ઇક્વિટી શેર સુધીની થઈ છે. બિડ્સ લઘુતમ 49 ઇક્વિટી શેર અને પછી 49 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.