સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંકનો IPO – 10 મહત્ત્વપૂર્ણ બાબતો
1. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે વર્ષ 2017માં એસએફબી તરીકે એની કામગીરી શરૂ કરી હતી. આ ભારતમાં બેંકની સુવિધાથી વંચિત અને ઓછી સુવિધા ધરાવતા વર્ગમાં ગ્રાહકોને સેવા આપવાનો દાયકાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે તથા નાણાકીય સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે. વર્ષ 2009માં એણે માઇક્રોફાઇનાન્સ કામગીરી શરૂ કરી હતી. પછી ડિસેમ્બર, 2020 સુધી 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 554 બેંકિંગ આઉટલેટ દ્વારા કામગીરીનું વિસ્તરણ કર્યું છે.
2. સૂર્યોદય વ્યાજના ચોખ્ખા માર્જિન, એસેટ્સ પર વળતર, યીલ્ડ અને ડિપોઝિટમાં વૃદ્ધિની દ્રષ્ટિએ તથા નાણાકીય વર્ષ 2019-20માં એસએફબી વચ્ચે આવકમાં ખર્ચનો સૌથી ઓછો રેશિયો ધરાવતી અગ્રણી એસએફબી પૈકીની એક હતી. ડિસેમ્બર, 2020 સુધી સૂર્યોદય તમામ સ્મોલ ફાઇનાન્સ બેંકો વચ્ચે મૂડીપૂર્તતાનો ઊંચો રેશિયો 41.2 ટકા પણ ધરાવે છે.
3. ભારત મોટી સંખ્યામાં બેંકની સુવિધાથી વંચિત લોકો ધરાવતો દેશ છે. ચોક્કસ, છેલ્લાં ત્રણ વર્ષમાં નાણાકીય સર્વસમાવેશકતામાં સુધારો થયો છે. પણ બેંકના ખાતાઓમાં વધારો થયો હોવા છતાં એસએફબી જેવી સર્વસમાવેશક નાણાકીય સંસ્થાઓ માટે મુખ્ય વૃદ્ધિકારક પરિબળો નાણાકીય વ્યવહારો માટેનો અસરકારક ઉપયોગ તથા બેંકની સુવિધાથી વંચિત અને ઓછી સુવિધા ધરાવતા લોકોને ધિરાણની ઉપલબ્ધતા બની રહેશે.
4. ઉપરાંત વિવિધ પ્રકારની કામગીરી અને એસએફબીના ફોકસને તથા બેંકની સુવિધાથી વંચિત વિસ્તારોમાં ધિરાણનો પુરવઠો પૂરો પાડવામાં તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીએ, તો ઓછી આવક ધરાવતા સેગમેન્ટને નાણાકીય સેવા પ્રદાન કરવાની બજારમાં મોટી તક ઉપલબ્ધ છે. ઉપરાંત આ ઋણધારકો ધિરાણની ઓછી સુવિધા ધરાવે છે અને સેવા પ્રદાતાઓ વચ્ચે ઓછા માઇગ્રેટ થાય છે, જે એસએફબીને વફાદાર ગ્રાહકો આપે છે.
5. નાણાકીય વર્ષ 2017-18થી નાણાકીય વર્ષ 2019-20 સુધી સૂર્યોદયનો કુલ લોન પોર્ટફોલિયો આશરે 47 ટકાના સીએજીઆર સાથે વધ્યો હતો. બીજી તરફ, નાણાકીય વર્ષ 2017-18થી નાણાકીય વર્ષ 2019-20 સુધી એની ડિપોઝિટ ફ્રેન્ચાઇઝમાં 95 ટકાની વૃદ્ધિ થઈ છે, જે માટે મુખ્યત્વે રિટેલ ડિપોઝિટ જવાબદાર છે. ડિસેમ્બર, 2020 સુધી એની કુલ ડિપોઝિટમાં રિટેલ ડિપોઝિટનો હિસ્સો 72.4 ટકા હતો.
6. એસએફબી કામગીરીના તમામ પાસાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ખાસ કરીને બેંક ગ્રાહક મેળવવા અને ગ્રાહકના લાઇફસાયકલ મેનેજમેન્ટ માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એના કર્મચારીઓ બેંકની સુવિધાઓથી વંચિત અને ઓછી સુવિધા ધરાવતા ગ્રાહકોને સેવા આપવા ટેબ્લેટનો ઉપયોગ કરે છે, જે ગ્રાહકના ઊંચા સંતોષ અને કાર્યકારી કાર્યદક્ષતામાં સુધારા તરફ દોરી ગઈ છે.
7. સૂર્યોદય નાણાકીય સર્વસમાવેશકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ગ્રાહક-કેન્દ્રિત અભિગમ ધરાવવામાં માને છે – ડિસેમ્બર, 2020 સુધી એના કુલ લોન પોર્ટફોલિયોમાં એનો સર્વસમાવેશક ફાઇનાન્સ પોર્ટફિલોય (જેએલજીમાં લોનનો હિસ્સો) 70 ટકા હતો. ઉપરાંત ડિસેમ્બર, 2020 સુધી સરેરાશ એએનબીસીની ટકાવારી સ્વરૂપે એની પ્રાયોરિટી સેક્ટર્સ લોન્સ (પીએસએલ)નો હિસ્સો 114 ટકા હતો.
8. સર્વોદય વ્યાજની ચોખ્ખી આવક, આવક અને નફાકારકતાની દ્રષ્ટિએ મજબૂત નાણાકીય વૃદ્ધિનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. નાણાકીય વર્ષ 2019-20 માટે બેંકે ઉદ્યોગમાં અગ્રણી એનઆઇએમ 11.9 ટકા, આરઓએએ 2.5 ટકા અને આરઓએઈ 11.3 ટકા નોંધાવ્યો હતો. ઉપરાંત એની કુશળ અને અસરકારક કામગીરીને કારણે બેંકની આવકમાં ખર્ચનો રેશિયો 50 ટકાથી ઓછો હતો, જે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સૌથી ઓછો છે.
9. બેંકે બહોળી પહોંચ સાથે મજબૂત રિટેલ ફ્રેન્ચાઇઝ વધારવા પર વધારે ભાર મૂક્યો છે. ડિસેમ્બર, 2020માં રિટેલ ડિપોઝિટનો હિસ્સો વધીને 72.4 ટકા થયો હતો, જે નાણાકીય વર્ષ 2018માં 41.2 ટકા હતો. એ જ અનુરૂપ માર્ચ, 2018થી ડિસેમ્બર, 2020 સુધી 84 ટકાના સીએજીઆરની વૃદ્ધિ કરી છે.
10. છેલ્લે કોવિડ પછી બેંકની કલેક્શન કામગીરી અગાઉ જેવી અસરકારક થઈ ગઈ છે. સૂક્ષ્મ ધિરાણમાં સૂર્યોદયે આશરે 89 ટકા કલેક્શન કાર્યક્ષમતા મેળવી હતી, ત્યારે ડિસેમ્બર, 2020માં એની સંપૂર્ણ કલેક્શન કાર્યક્ષમતા 111 ટકા હતી (જે ચોક્કસ ગ્રાહકોએ બાકી નીકળતા એરિઅર્સની ચુકવણી કરી હોવાનું સૂચવે છે).