સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
પ્રતાપગઢ: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક આઈટીઆઈના વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. લાલગંજ નિવાસી ધીરેન્દ્ર શર્મા ઉર્ફે ધીરુ પુત્ર રામશંકર શર્મા આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો. તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરીને પોતાની જીવનલીલાનો અંત લાવ્યો હતો. વિદ્યાર્થીએ મરતા પહેલા એક સૂસાઈડ નોટ લખી હતી. જેમાં ગામના જ યુવક અને સંબંધીઓને મોત માટે જવાબદાર ગણાવ્યા હતા. આમ પોલીસે ત્રણે સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરી છે.
મળતી માહિતી પ્રમાણે મૃતક પાસે મળેલી સૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, ધે આર બ્લેકમેઇલિંગમી હું કાયર નથી. હું ઈચ્છું કે મારી જેમ બીજું કોઈ ન મરે સોરી પપ્પા ગામના પ્રદીપ સિંહ, પ્રદીપનો સાળો ભીષ્મ સિંહ છેલ્લા કેટલાક દિવસોથી કોઈનો નંબર માગવાના લઈને બ્લેકમેઈલ કરી રહ્યા હતા. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન રહેતો હતો. આ અંગેની જાણકારી તેણે પરિવારના લોકોને થોડા કલાકો પહેલા જ આપી હતી.
આ તણાવના કારણે તેણે આત્મહત્યા જેવું ઘાતક પગલું ભર્યું હતું. સૂસાઈડ નોટમાં ત્રણ લોકો ઉપર આરોપ લગાવતા લખ્યું હતું કે, આ લોકો મને છેલ્લા કેટલાક દિવસોથી બ્લેકમેઈલ કરી રહ્યા હતા. માનસિક હિંસાને હું સહન નથી કરી શકતો. ભવિષ્યમાં કોઈને બ્લેકમેઈલ ન કરે એટલા માટે હું આ પગલું ભરું છું. કારણ કે બીજાની જિંદગીઓ બચાવી શકું.