Western Times News

Gujarati News

સેંટ્રલ વિસ્ટા પરિયોજનાને સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપી

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સંસદ ભવન બનાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે સુપ્રીમ કોર્ટે મોદી સરકારની મહત્વાકાંક્ષી સેટ્રલ વિસ્ટા પરિયોજનાને લીલીઝંડી આપી દીધી છે અને તેને પડકારતી અરજીને રદ કરી દીધી છે.સુપ્રીમ કોર્ટે મહત્વકાંક્ષી સેંટર્લ વિસ્ટા પરિયોજનાને પડકારતી અરજીઓ પર આજે પોતાનો નિર્ણય આપ્યો હતો અને કહ્યું કે નિર્માણ કાર્ય સરૂ કરવા માટે હેરિટેજ કંજર્વેશન કમિટિની મંજુરી આવશ્યક છે.આ સાથે જ કોર્ટે કહ્યું કે સમિતિનથી અપ્રુવલ પ્રાપ્ત કર્યા બાદ જ કામ શરૂ કરે. એ યાદ રહે કે આ પરિયોજના માટે પર્યાવરણ મંજુરી આપવા અને તેના માટે જમીન ઉપયોગમાં પરિવર્તન સહિત અનેક પાસાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં આ પરિયોજના હેઠળ નવા સંસદ ભવનનું નિર્માણ થનાર છે.

ન્યાયમૂર્તિઓ એ એમ ખાનવિલકર,દિનેશ મહેશ્વરી અને સંજીવ ખન્નાની બેંચ આ અરજીઓ પર ૨-૧થા બહુમતથી નિર્ણય સંભળાવ્યો સેંટ્રલ વિસ્ટા પરિયોજના માટ ભૂમિ ઉપયોગમાં પરિવર્તન અને પર્યાવરણ મંજુરી આપવાના બહુમતિના નિર્ણયથી ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ અસહમતિ વ્યકત કરી.અદાલતે સેંટ્રલ વિસ્ટા પરિયોજનાના પ્રસ્તાવકને તમામ નિર્માણ સ્થળો પર સ્મોગ ટાવર લગાવવા અને એન્ટી સ્મોગ ગનનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો આ બેચે ગત વર્ષ પાંચ નવેમ્બરે આ અરજીઓ પર સુનાવણી પુરી કરી નિર્ણય અનામત રાખ્યો હતો.

જાે કે આ દરમિયાન અદાલતે સાત ડિસેમ્બરે કેન્દ્ર સરકારને સેટ્રલ વિસ્ટા પરિયોજનાના આયોજનની મંજુરી આપી દીધી હતી સરકારે અદાલતને આશ્વાસન આપ્યું હું કે આ પરિયોજનાને પડકારનારી અરજીઓનો ઉકલ ન આવે ત્યાં સુધી નિર્માણ કાર્ય કે ઇમારતો તોડી પાડવાના કે વૃક્ષોને કાપવા જેવા કોઇ કામ કરવામાં નહીં આવે પરિયોજનાનો શીલાન્યાસ કાર્યક્રમ ૧૦ ડિસેમ્બરે આયોજીત થયો હતો આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનની નવી ઇમારતની આધારશિલા રાખી હતી.

આ મામલામાં સુનાવણી દરમિયાન કેન્દ્રે અદાલતમાં તર્ક આપ્યો હતો કે પરિયોજનાથી તે નાણાંની બચત થશે જેનું વળતર રાષ્ટ્રીય પાટનગરમાં કેન્દ્ર સરકારના મંત્રાલયો માટે ભાડા પર પરિસર લેવા માટે કરવામાં આવે છે.કેન્દ્રે એ પણ કહ્યું હતું કે નવા સંસદ ભવનનો નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો નથી અને પરિયોજના માટે કોઇ પણ રીતે કોઇ પણ નિયમ કે કાનુનનો કોઇ ભંગ કરવામાં આવ્યો નથી.

અદાલમાં રાજીવ સુરી સહિત અનેક વ્યક્તિઓએ આ પરિયોજનાને પડકાર આપ્યો હતો પરિયોજના માટે ભૂમિ ઉપયોગમાં પરિવર્તન પર્યાવરણ મંજુરી માટે અનાપત્તિ પ્રમાણ પત્ર આપવા સહિત વિવિધ પાસા મંજુરીઓ પર પણ આ અરજીઓમાં સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં કેન્દ્ર સરકારે પરિયોજના માટે સલાહકારની પસંદગી કરવામાં કોઇ મનમાની કે પક્ષપાત કરવાનો ઇન્કાર કરી દેતા કહ્યું હતું કે ફકત આ દલીલ પર પરિયોજનાને રદ કરી શકાય નહીં કે સરકાર ેના માટે સારી પ્રક્રિયા અપનાવી શકતી હતી ગુજરાત સ્થિત આર્કિટેકચર કમંપની એચસીપી ડિઝાઇને સેટ્રલ વિસ્ટાને પુનર્વિકાસ માટે પરિયોજના માટે પરામર્શી બોલી જીતી હતી નિર્માણનો ખર્ચ ૯૭૧ કરોડ આવે તેવી સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.