સેંટ્રલ વિસ્ટા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યકત કરી
નવીદિલ્હી, નવા સંસદ ભવનના નિર્માણને લઇ દાખલ કરવામાં આવેલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. કડક વલણ અપનાવતા અદાલતે કહ્યું કે જયાં સુધી સુપ્રીમ કોર્ટ કોઇ નિર્ણય ન સંભળાવે ત્યાં સુધી કોઇ નિર્માણ કાર્ય કે તોડફોડ થવી જોઇએ નહીં અદાલતે સોલિસિટર જનરલને પુછયુ હતું કે તમે પ્રેસ યાદી જારી કરી નિર્માણની તારીખ નક્કી કરી છે તેના પર આગળ કોઇ કામ થવું જાેઇએ નહીં અમને શિલાન્યાસથી કોઇ પરેશાની નથી પરંતુ કોઇ રીતનુવં નિર્માણ થવું જોઇએ નહીં.
સુપ્રીમ કોર્ટે સરકાર દ્વારા સેંટ્રલ વિસ્ટાના નિર્માણ કાર્યને આગળ વધારવાની પધ્ધતિ પર પોતાની નારાજગી વ્યકત કરી ૧૦ ડિસેમ્બરે અહીં નિર્માણ કાર્ય શરૂ થનાર હતું સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાનો વિરોધ કરનારી લંબિત અરજીઓ પર કોઇ નિર્ણય આવવા સુધી નિર્માણ કાર્ય કે ઇમારતો કે વૃક્ષોને તોડવાની મંજુરી આપશે નહીં. કેન્દ્ર સેંટ્રલ વિસ્ટા પરિયોજના માટે આવશ્યક કાગજી કાર્ય કરી શકે છે અને પાયો રાખવાના પ્રસ્તાવિત સમારોહનું આયોજન કરી શકે છે.
અદાલતની કડકાઇથી કેન્દ્ર સરકાર ઝુકી ગઇ છે કેન્દ્રે અદાલતમાં કહ્યું કે અમે ફકત શિલાન્યાસ કરીશું સોલિસિટર જનરલે કહ્યું કે નિર્માણ તોડફોડ કે વૃક્ષ કાપવામાં આવશે નહીં સુનાવણીની શરૂઆતમાં જ અદાલતે કહ્યું હતું કે અમે તેના પર સ્ટે આપી રહ્યાં નથી પરંતુ જે પણ કરીશું તે અમારા આદેશોની આધીન હશે. સારી એ રહેશે કે તમે તે વાત પર ધ્યાન રાખો અદાલતે કહ્યું કે એકવાર માળખુ તૈયાર થઇ ગયું તો જુની સ્થિતિ બહાલ કરવી મુશ્કેલ થઇ જશે એ યાદ રહે કે સેંટ્રલ વિસ્ટા પરિયોજના હેઠળ નવું સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે હેઠળ નવા ત્રિકોણીય સંસદ ભવન કોમન કેન્દ્રીય સચિવાલય રીડેવલપ કરાશે.HS