સેક્શન અધિકારીનું મોત, સર્કિટ હાઉસમાં ૧૪ કર્મચારીઓ પોઝિટિવ
ગાંધીનગર: ગુજરાતમાં ધીરે ધીરે ગાંધીનગરમાં કોરોનાએ પગ પેસારો કરી રહ્યો છે. સર્કિટ હાઉસમાં ૧૪ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે એક સરકારી અધિકારીનું મોત થયુ છે.ગાંધીનગરમાં સેક્શન અધિકારીનું કોરોનાથી મૃત્યુ થયુ છે. સામન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા સેક્શન અધિકારીનું કોરોનામાં મોત થતાં સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કિરીટ સાયમન સક્સેનાનું કોરોનાથી અવસાન થયુ છે. અધિકારીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જાેવા મળ્યો હતો.
ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ જાેવા મળ્યો છે. મેનેજર સહિત ૧૪ કર્મચારીને કોરોના પોઝિટિવ નોંધાયા છે. સરકારી કચેરીઓમાં પણ કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે. કોરોનાને કારણે ગાંધીનગરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ વાયબ્રન્ટ સમિટ યોજાશે. ઓક્ટોબર મહિનામાં વાયબ્રન્ટ સમિટ યોજાઇ શકે છે.
ગાંધીનગર જિલ્લામાં ત્રણ મહિના બાદ સૌથી વધુ કોરોનાના કેસો સામે આવ્યા હતા. જાેકે તેમાં પણ સૌથી વધુ જાેખમ વડીલો પર રહેલું છે ત્યારે અહીં ઉંધુ જાેવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં કોરોનાના કેસ સૌથી વધુ યુવાનોમાં જાેવા મળી રહ્યા છે. કોર્પોરેશનમાં નોંધાયેલા કેસો પૈકી ૬૦ ટકા કેસો યુવાનોના જાેવા મળ્યા હતા. જે ખરેખર ચિંતાનો વિષય બની ગયો છે. જાે કે અત્યાર સુધીમાં કુલ આંકડો ૮,૮૦૧ પહોંચ્યો છે. જાે કે જિલ્લાના ૭૭૭૨ વ્યક્તિઓ કોરોનાથી મુક્ત બન્યા છે. આ અંગે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ પોતાનું નિવેદન આપ્યું હતું.
કોરોનાનો ટ્રેન્ડ બદલાયો છે યુવાનોમાં રવિવારે મહાનગરપાલિકાના વિસ્તારમાં ૬૦ ટકા કેસ જાેવા મળ્યા હતા. બિન્દાસ ફરી રહેલા યુવાનોએ પોતાની કાળજી રાખવાની જરૂર છે. કેમ કે જાે યુવાનોને કોરોના થશે તો ઘરે રહેલા સિનિયર સિટીઝનને પણ કોરોના થવાની શક્યતા વધી જશે. જેથી યુવાનો કોરોનાની મહામારીથી બચવાના પગલા લેશે તો કુટુંબીજનો પણ કોરોનાથી દૂર રહી શકશે, તેવું આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.આગામી ચૂંટણી પહેલા કોરોના પર કાબુ મેળવવાને લઈને તેમણે જણાવ્યું હતું કે, અર્બન હેલ્થ સેન્ટરમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી છે, સાથે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દીધી છે. જેથી વધતા કેસો ઘટાડી શકાય.