સેટેલાઈટમાં ગુટખા-તમાકુ લઈ જતાં શખ્સની વિરૂધ્ધ કાર્યવાહી
શંકાસ્પદ લાગતાં પોલીસે અટકાવીને તપાસતાં વ્યસનનો સામાન મળી આવ્યો
અમદાવાદ, હાલમાં લોકડાઉન ચાલી રહ્યો છે ત્યારે જીવન જરૂરિયાત સિવાયની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી છે. આ Âસ્થતિનો લાભ લઈ કેટલાંક વેપારીઓ બેથી ત્રણ ગણાં ભાવે સિગારેટ, ગુટખા, તમાકુ ચોરીછુપીથી વેચી રહ્યાં છે. પોલીસ આવાં નફાખોરો વિરૂધ્ધ કાર્યવાહી પણ કરી રહી છે. તેમ છતાં વધુ નફાની લાલચ રોકી ન શકતાં વેપારીઓ પોતાના કાયમી ગ્રાહકો તથા વિશ્વાસુ માણસોને બેરોકટોક આવી વસ્તુઓનું વેચાણ કરી રહ્યાં છે. ગત રોજ સેટેલાઈટ પોલીસની હદમાંથી એક ઈસમને ચા ભરેલી થર્મોસ ઉપરાંત તમાકુ અને ગુટખાનાં મોટા જથ્થ્ સાથે ઝડપી લીધો છે.
શહેરમાં મોટા ભાગનાં ચાર રસ્ત ઉપર પોલીસે ચેક પોઈન્ટ ઉભા કર્યા છે. અને બહાર નીકળતાં નાગરિકોની પુછપરછ કરવામા આવી રહી છે. આ Âસ્થતિમાં સેટેલાઈટમાં આવેલાં ડી-માર્ટ નજીક ચાર રસ્તાથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સ પસાર થતાં પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી.
જા કે આનંદનગરના શ્યામ એપાર્ટમેન્ટ ખાતે રહેતો આ શખ્સ જાતારામ ભલાજી પ્રજાપતિ સંતોષકારક જવાબ ન આપી શકતાં પોલીસે તેની એક્ટીવામાં લટકતી થેલી તપાસતાં તેમાંથી ચા ભરેલું થર્મોસ, તમાકુના પેકેટ, મસાલા તથા ગુટખાના પેકેટો મળી આવ્યા હતા. જેથી પોલીસે જાતારામની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે તમામ સામાનનો નાશ કર્યો હતો. નોંધનીય છે કે સરકારની સ્પષ્ટ ના છતાં વ્યસનીઓની ભારે માંગ હોવાથી વેપારીઓ બેથી પ્રણ ગણાં ભાવ વસુલીને પણ ગેરકાયદેસર રીતે વ્યસનનો સમાન વેચી રહ્યાં છે.