સેનાના જવાનોની ગાડી નદીમાં પડતાં ૭ સિપાહી શહીદ થયા

લદાખ, લદ્દાખમાં ભારતીય સેનાના જવાનોને કાળ નડ્યો છે. સેનાના જવાનો સાથેની એક ગાડી નદીમાં પડતા દેશના ૭ જાંબાજ સિપાહીઓ મૃત્યુ પામ્યાં છે. મીડિયા અહેવાલ અનુસાર લદ્દાખના તુરટુક સેક્ટરમાં એક ભયાનક રોડ એક્સિડન્ટમાં ભારતીય સેનાનું એક સ્પેશયલ વાહન શ્યોક નદીમાં ખાબક્યું છે.
એજન્સીએ જણાવ્યું છે કે આ માર્ગ અકસ્માતમાં સેનાના ૭ જવાન શહિદ થયા છે અને અન્ય કેટલાકને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. લદ્દાખના તુરતુક સેક્ટરમાં થયેલ અકસ્માતમાં ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર માટેની તૈયારીઓ કરવામાં આવી છે.
ભારતીય વાયુસેના દ્વારા વધુ ગંભીર લોકોને પશ્ચિમ કમાન્ડમાં સ્થાનાંતરિત કરવા માટે હવાઈ માર્ગનો કરવામાં આવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર આ સ્પેશયલ મિલિટ્રી વ્હિકલ, જે શ્યોક નદીમાં પડ્યું છે તેમાં ભારતીય સેનાના કુલ ૨૭ જવાનો હતા.
આ ઘટના અંગે દુખ વ્યકત કરતા કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહે ટ્વીટ કર્યું કે દુઃખદ સમાચાર એ છે કે લદ્દાખની શ્યોક નદી દુર્ઘટનામાં ૭ સૈનિકોના મોત થયા છે. આ દુઃખદ સમયમાં રાષ્ટ્ર સૈનિકોના પરિવાર સાથે ઉભું છે.SS2MS