સેનાના મોટા અધિકારીઓ અને રૉ પર આતંકી હુમલાનું એલર્ટ
શ્રી નગર, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ થયા બાદ પાકિસ્તાન સતત ભારતમાં આતંકી હુમલાની ફિરાકમાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તોયબા, દિલ્હીમાં રૉ અને આર્મીના મોટા અધિકારી પર હુમલો કરી શકે છે.
આ બંને આતંકવાદી સંગઠનોએ ઓક્ટોબરના અંતમાં હુમલો કરવાનુ ષડયંત્ર રચ્યુ છે. હાલ રૉ અને આર્મીના મોટા અધિકારીઓની સુરક્ષા વધારી દેવાઈ છે. આની ઓફિસ અને આવાસ પર પણ વધારે સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. પાકિસ્તાનના બે આતંકી સંગઠનોએ ભારતમાં કોઈ હુમલાને અંજામ આપવા માટે હાથ મિલાવ્યા છે.
ભારતીય સેના સતત કાશ્મીરમાં આતંકીઓના ઠેકાણા પર હુમલો કરી રહી છે અને પાકિસ્તાની ફાયરિંગ જડબાતોડ જવાબ આપી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ બાદ ભારતીય સેનાએ પીઓકેમાં ચાલી રહેલા આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પોને ધ્વસ્ત કર્યા છે. અત્યારે બે દિવસ પહેલા જ સેનાએ પીઓકેના વિસ્તારમાં આતંકવાદીઓના કેટલાક ટ્રેનિંગ કેમ્પોને ધ્વસ્ત કર્યા છે.