સેનાની ત્રણેય પાંખ દ્વારા ભવ્ય ફ્લાયપાસ્ટ યોજાશે

નવી દિલ્હી, ગણતંત્ર દિવસને લઈને સેનાની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. વાયુસેના, આર્મી અને નૌસેનાના ૭૫ વિમાનોનુ ગણતંત્ર દિવસ પરેડને લઈને રાજપથ પર થનાર અત્યાર સુધીનો સૌથી ભવ્ય ફ્લાયપાસ્ટ હશે. આની જાણકારી વાયુ સેના પ્રવક્તા વિંગ કમાન્ડર ઈન્દ્રનીલ નંદીએ કરી છે.
તેમણે જણાવ્યુ કે આઝાદીનો અમૃત મહોત્સવ સમારોહ અંતર્ગત ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ગણતંત્ર દિવસ પરેડના અવસરે રાજપથ પર પાંચ રાફેલ વિમાન કરતબ બતાવવાની સાથે પોતાની તાકાતનુ પ્રદર્શન કરશે.
આ સિવાય નૌસેનાના મિગ-૨૯કે અને પી-૮આઈ સર્વિલાંસ વિમાન ઉડાન ભરશે. ૧૭ જગુઆર વિમાન અમૃત મહોત્સવના ૭૫માં વર્ષની આકૃતિ બનાવતા આકાશમાં જાેવા મળશે.SSS