સેનાની મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ ‘પિનાક’ વધારે ઘાતક બની: નવા વર્ઝનનુ સફળ પરિક્ષણ
નવી દિલ્હી, ભારતીય સેનાની સ્વદેશી મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ પિનાક હવે વધારે ખતરનાક અવતાર ધારણ કરી ચુકયુ છે.
ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતની ડીઆરડીઓ સંસ્થાએ પિનાકના નવા વર્ઝનનુ પોખરણ રેન્જમાં શનિવારે સફળ પરિક્ષણ કર્યુ છે.એ પછી આ રોકેટ લોન્ચર સિસ્ટમ વધારે ઘાતક બની ગઈ છે.
ડીઆરડીઓએ આ માટે પૂણેની હાઈ એનર્જી મટિરિયલ રિસર્ચ લેબોરેટરીની પણ મદદ લીધી છે.પિનાકનુ નવુ વર્ઝન પિનાક-ઈઆર તરીકે ઓળખાશે.આ રોકેટ સિસ્ટમ છેલ્લા એક દાયકાથી સેનામાં સામેલ છે.જોકે નવા વર્ઝનને નવી જરુરિયાતો પ્રમાણે ડિઝાઈન કરવામાં આવ્યુ છે.
પિનાક પહેલા 44 સેકન્ડમાં 12 રોકેટ લોન્ચ કરી શકતી સિસ્ટમ હતી અને તેની રેન્જ 38 કિમીની હતી.અપગ્રેડ થયા બાદ હવે તે 44 સેકન્ડમાં 72 રોકેટ લોન્ચ કરી શકશે અને તેની રેન્જ પણ વદીને 75 કિમીની થઈ ગઈ છે.
1999ના કારિગલ વોર દરમિયાન ભારતે પિનાકનો ઉપયોગ કર્યો હતો અને તેણે પહાડો પરની પાકિસ્તાની ચોકીઓને ધ્વસ્ત કરી હતી.