સેનામાં ફરજ બજાવતો રાજ્યનો જવાન શહીદ
પાલનપુર, મા ભોમની રક્ષા કરતા ગુજરાતનો વધુ સપૂત શહીદ થયો છે. બનાસકાંઠાનો આર્મી જવાન શહીદ થયો હોવાના અહેવાલ મળી છે, જેના કારણે પરિવારજનોમાં કરૂણ આક્રંદ છવાયો છે. બનાસકાંઠાના પાલનપુરના મોટા ગામમાં હાલ શોકનો માહોલ સર્જાયો છે. આ ઈન્ડિયન આર્મીમેનનું નામ લાલસિંહ હડિયોલ જાણવા મળી રહ્યું છે.
ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા બનાસકાંઠાનો જવાન શહીદ થયો છે. હાલ તેમના મૃતદેહને ટુંક સમયમાં જ માદરે વતન લાવવા માટે કવાયત હાથ ધરાઈ રહી છે. આર્મીમાં ફરજ બજાવતો બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોટા ગામના જવાને શહીદી વહોરી લીધી છે.
પાલનપુરના મોટા ગામના લાલસિંહ મફતસિંહ હડિયોલ દેશની સેવામાં શહીદ થતા ગામજનોમાં શોકનો માહોલ જાેવા મળ્યો હતો. થોડા દિવસની બીમારી બાદ ચાલુ ફરજ પર તેઓ શહીદ થયા છે.