સેનામાં મહિલાઓને બરોબરીનો હક્ક મળ્યો છેઃ સુપ્રીમ કોર્ટ
નવીદિલ્હી, આર્મીમાં મહિલાઓને બરોબરીના હક્કનો નિર્ણય લાગુ થવામાં હજું વિલંબ થશે. સુપ્રીમ કોર્ટે સરકારને વધુ એક મહિનાનો સમય આપ્યો છે. કોરોનાના કારણે સરકારે છ મહિના માંગ્યા હતા. કેન્દ્ર સરકારે રક્ષા મંત્રાલય દ્વારા કોર્ટને કહ્યું કે પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. માત્ર ઔપચારિક આદેશ બહાર પાડવાનો બાકી છે. ૧૭ વર્ષની કાયદાકીય લડાય પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં આર્મીમાં મહિલાઓને બરોબરીનો હક મળવાનો રસ્તો સાફ થયો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જેઓ આ વિકલ્પને પસંદ કરવા ઈચ્છતી હોય, તેવી તમામ મહિલા અધિકારીઓને ત્રણ મહિનાની અંદર આર્મીમાં કાયમી કમીશન આપવામાં આવે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા આર્મીમાં ૧૪ વર્ષ સુધી શોર્ટ સર્વિસ કમીશનમાં સેવા આપી ચૂકેલા પુરુષોને જ સ્થાયી કમીશનનો વિકલ્પ મળતો હતો, પરંતુ મહિલાઓને આ હક ન હતો. બીજી તરફ વાયુસેના અને નૌસેનામાં મહિલા અધિકારીઓને આ સ્થાયી કમીશન મળી રહ્યું છે.